રાજ્યની બિનસરકારી અનુદાનિત કૉલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં ₹.૭૦૦નો વધારો કરાયો
(જી.એન.એસ) તા. 28
ગાંધીનગર,
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની બિન અનુદાનિત કૉલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યની બિન અનુદાનિત કૉલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂપિયા ૭૦૦નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિમાસ ₹.૩૦૦ લેખે મેડિકલ અલાઉન્સ આપવામાં આવતું હતું. આ નિર્ણય બાદ તારીખ ૧-૦૪-૨૦૨૫ ના ઠરાવથી પ્રતિમાસ કુલ રૂપિયા ૧૦૦૦નું મેડિકલ ભથ્થું મળવાપાત્ર બનશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી શૈક્ષણિક ૩૭૦૩ અને બિનશૈક્ષણિક ૧૨૦૫ મળીને કુલ-૪૯૦૮ કર્મચારીઓને લાભ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.