Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મેદસ્વીપણાની સમસ્યાનો સામનો કરવા માટેના તેમના...

આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મેદસ્વીપણાની સમસ્યાનો સામનો કરવા માટેના તેમના વિઝનમાં સંપૂર્ણપણે સાચા છેઃ શ્રી લ્યુક કોઉટિન્હો

8
0

બાળકો અને પુખ્ત વયના લોકો માટે જંક ફૂડ વિશે આપણે નિયમન અને જાગૃતિ લાવવાની જરૂર છે, જે સ્થૂળતાના રોગચાળામાં ફાળો આપી રહ્યું છે: શ્રી લ્યુક

(જી.એન.એસ) તા. 28

નવી દિલ્હી,

શ્રી લ્યુક કોઉટિન્હોએ નવી દિલ્હીમાં એક આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેતાં જણાવ્યું હતું કે, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મેદસ્વીપણાની આ સમસ્યાનો સામનો કરવાનાં તેમનાં વિઝનમાં સંપૂર્ણપણે સાચાં છે. શ્રી લ્યુક કોઉટિન્હો જાણીતા હોલિસ્ટિક આરોગ્ય કોચ અને લ્યુક કોઉટિન્હો હોલિસ્ટિક હીલિંગ સિસ્ટમ્સના સહ-સ્થાપક છે. તેઓ એક મીડિયા કોન્ક્લેવમાં ભાગ લેવા દિલ્હીની મુલાકાતે છે. પોષણ વિશે વાત કરતાં શ્રી લ્યુકે કહ્યું હતું કે ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પહેલું, બાળકના પોષણને યોગ્ય બનાવવા માટે તેના સ્તરથી વહેલી શરૂઆત કરો, બીજું, આપણા વૈવિધ્યસભર દેશમાં વિવિધ ભાષાઓમાં પોષણ વિશેનું યોગ્ય શિક્ષણ અને ત્રીજું, બાજરી જેવા સ્થાનિક સુપરફૂડની સુલભતા. તેમણે ઉમેર્યું હતું કે, આપણે બાળકો અને પુખ્ત વયના લોકો માટે જંક ફૂડ વિશે નિયમન અને જાગૃતિ રાખવાની જરૂર છે, જે મેદસ્વીપણાના રોગચાળામાં ફાળો આપી રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં શ્રી લ્યુકે કહ્યું હતું કે, “શ્રી મોદીએ અમને સ્થાનિક સુપરફૂડનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપ્યું છે. આપણે આ આહાર સાથે કુદરતી સંતુલિત આહાર જાળવી શકીએ છીએ અને પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીના મેક્રોને ટેકો આપી શકીએ છીએ” .

મેદસ્વીપણા સામેના મિશનને ટેકો આપતા, તેમણે જણાવ્યું હતું કે “દરેક વ્યક્તિએ ભારતીય નાગરિક તરીકે વ્યક્તિગત જવાબદારી લેવી જોઈએ કે તે આપણી ભૂમિકા ભજવે અને યોગ્ય ખોરાકની પસંદગી કરે, દરરોજ કસરત કરે અને આપણા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે.”

શ્રી લ્યુકે જણાવ્યું હતું કે, સ્થૂળતાને દૂર કરવા આપણાં પ્રધાનમંત્રીએ આપણાં ખાદ્ય તેલમાં 10 ટકાનો ઘટાડો કરવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “આપણને જાગૃતિ અને માઇન્ડફુલનેસની જરૂર છે અને ઘર-કા-ખાના (ઘરે રાંધેલો ખોરાક)ને પ્રોત્સાહન આપવું પડશે અને તેના માટે દેશની એકતાની જરૂર પડશે, પ્રધાનમંત્રીના વિઝનનું સન્માન કરવું પડશે અને ભારતને તંદુરસ્ત બનાવવા માટે આપણી તમામ વ્યક્તિગત જવાબદારીની જરૂર પડશે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field