(જી.એન.એસ) તા. 25
ગાંધીનગર/ કચ્છ,
વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્રારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદી માટે રાજ્ય સરકાર દ્રારા સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૧૭,૯૩૨ ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.૩૭ કરોડની સહાય આપવામાં આવી છે.
કૃષિ મંત્રીશ્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યુ હતું કે, છેલ્લાં બે વર્ષમાં અંજાર તાલુકામાં ૧,૬૬૯ અરજીઓ, અબડાસામાં ૧,૮૯૩, ગાંધીધામમાં ૫૯, નખત્રાણામાં ૧,૬૬૮, ભચાઉમાં ૨,૮૬૬, ભુજમાં ૨,૨૦૩, ભુજ શહેરમાં ૫૭, મુન્દ્રામાં ૧,૦૧૯, માંડવીમાં ૧,૬૮૮, રાપરમાં ૪,૧૨૯ અને લખપત તાલુકામાં ૬૮૦ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આમ કચ્છ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં કુલ ૧૭,૯૩૨ અરજીઓ મંજુર કરવામાં આવી છે. મંજૂર થયેલી અરજીઓ સામે આ ખેડૂતોને કુલ રૂ. ૩૭,૮૧,૩૯,૭૦૩ જેટલી સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચુકવવામાં આવી છે.
મંત્રીશ્રીએ યોજનાનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને ખેતીમાં કૃષિ યાંત્રિકરણ અપનાવવાથી તેમને પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે છે. ખેતીમાં ખાતર, દવા અને બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ખેત ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ ઉપરાંત કૃષિ યાંત્રિકરણ થકી ૧૦ થી ૧૫ ટકા ખેત ઉત્પાદનમાં વધારો, ૧૫ થી ૨૦ ટકા બિયારણ અને ખાતરની બચત તથા ૨૦ થી ૩૦ ટકા સમય અને મજૂરીની પણ બચત થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.