
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૪૫૪ સામે ૭૪૪૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૪૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૬૦૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૧૨ સામે ૨૨૫૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૬૪૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૫૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ વિશ્વને ટ્રેડ વોરમાં ધકેલવાના અને ટેરિફની ધમકી આપતાં રહી ઘણા દેશોના બિઝનેસ ડિલ કરવા મજબૂર કરવાનું ચાલુ રાખીને હવે ચાઈનાને ભીંસમાં લેવાના કરેલા નિવેદને અને અમેરિકામાં કન્ઝયુમર સેન્ટીમેન્ટ ડહોળાતાં અમેરિકી બજારો પાછળ આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડી બાદ સામાન્ય ઉછાળા સાથે બંધ બંધ રહ્યું હતું.
યુક્રેન મામલે ફરી વિશ્વ પર યુદ્વનો ખતરો ઊભો થતાં અને ટ્રમ્પની આક્રમકતા અમેરિકાને પણ આર્થિક મોરચે મુશ્કેલીમાં ધકેલી રહ્યાના અહેવાલોએ વૈશ્વિક ડામાડાળ સ્થિતિ વચ્ચે આજે સ્થાનિક સ્તરે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓ માટે ઉદ્યોગે આવક વૃદ્વિના નબળા અંદાજો બતાવી આઉટલૂક નબળું રજૂ કરતાં અને ટ્રમ્પના ચાઈનાને ભીંસમાં લેવાના ડેવલપમેન્ટે આઈટી ક્ષેત્રે મોટા ડેવલપમેન્ટની આશંકાએ ફંડોએ આજે આઈટી શેરોમાં હેમરીંગ કર્યું હતું.
અમેરિકાના જીડીપી – ફુગાવાના ડેટા આવવાના હોવાથી રોકાણકારો હાલ બુલિયન માર્કેટમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી નોંધાયેલી તેજીમાં પ્રોફિટ બુક કરતાં પણ જોવા મળ્યા છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર અને આર્થિક અનિશ્ચિતતાઓના કારણે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, બેન્કેકસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૫૩ અને વધનારની સંખ્યા ૧૬૭૮ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૬૧%, ભારતી એરટેલ ૨.૫૫%, બજાજ ફાઈનાન્સ ૧.૬૫%, ઝોમેટો લિ. ૧.૩૭%, નેસ્લે ઇન્ડિયા ૧.૩૪%, બજાજ ફિનસર્વ ૦.૯૯%, અદાણી પોર્ટ ૦.૯૨ અને મારુતિ સુઝીકી ૦.૮૮% વધ્યા હતા, જયારે સન ફાર્મા ૧.૫૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૨૫%, ટીસીએસ લી. ૧.૧૯%, ટેક મહિન્દ્ર ૧.૧૫%, એશિયન પેઈન્ટ ૧.૦૪%, ટાટા મોટર્સ ૦.૯૭%, લાર્સેન લી. ૦.૯૩%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૩% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર અને આકરી બિઝનેસ નીતિઓથી વિશ્વના અન્ય દેશોમાં ટ્રેડવોરનો ભય પેદા કરી રહ્યા છે. રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા બાદ હવે ફાર્મા કંપનીઓ પર તવાઈ લાવવાનો નિર્ણય લીધો છે. તેમણે ફાર્મા કંપનીઓને અમેરિકામાં દવાની આયાત પર લાગુ ઊંચા ટેરિફથી બચવા માટે પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ અમેરિકામાં શિફ્ટ કરવા સલાહ આપી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દેશની કુલ ફાર્મા નિકાસમાં ૩૧%થી વધુ નિકાસ અમેરિકામાં કરતી ફાર્મા કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે.
જો ટ્રમ્પ ઊંચો ટેરિફ વસૂલવાની વાત પર અડગ રહ્યા તો ભારતમાંથી નિકાસ થતી દવાની કિંમત અમેરિકામાં વધી જશે. આ નિર્ણય મોંઘવારીમાં વધારો કરશે, કારણકે અમેરિકામાં ભારત મોટાપાયે દવાઓનો પુરવઠો પૂરો પાડે છે. તેમની પાસે આવશ્યક મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઊંચા ટેરિફના કારણે દવાઓની કિંમતમાં વધારો થશે. ટેરિફ ઉપરાંત દવાઓની કિંમત નક્કી કરવામાં અમેરિકાની સરકાર હસ્તક્ષેપ કરશે તો ફાર્મા કંપનીઓને નુકસાન થઈ શકે છે. ટ્રમ્પનું ફાર્મા ક્ષેત્રે વલણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી લિસ્ટેડ ભારતીય ફાર્મા કંપનીઓના શેર્સમાં અફરાતફરી જોવા મળી શકે છે.
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.