Home દેશ - NATIONAL આજે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ મહારાષ્ટ્રના પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની...

આજે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ મહારાષ્ટ્રના પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે

8
0

મોદી સરકારમાં, ઝોનલ કાઉન્સિલની ભૂમિકાને એડવાઇઝરીમાંથી એક્શન પ્લેટફોર્મમાં બદલવામાં આવી છે, જેથી તેમને અસરકારક બનાવી શકાય

(જી.એન.એસ) તા. 21

પુણે,

આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ, મહારાષ્ટ્રના પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકાર આ બેઠકનું આયોજન કરી રહી છે, જેનું આયોજન ભારત સરકારનાં ગૃહ મંત્રાલય અંતર્ગત આંતર-રાજ્ય પરિષદ સચિવાલય દ્વારા મહારાષ્ટ્ર સરકારનાં સહયોગથી થઈ રહ્યું છે.

વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકમાં સભ્ય દેશોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તા સહિત દરેક રાજ્યના બે વરિષ્ઠ મંત્રીઓ હાજર રહેશે. આ બેઠકમાં મુખ્ય સચિવો, સલાહકારો અને રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રીય ગૃહ સચિવ, આંતર રાજ્ય પરિષદના સચિવ અને કેન્દ્ર સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.

રાજ્ય પુનર્ગઠન કાયદો, 1956ની કલમ 15-22 હેઠળ વર્ષ 1957માં પાંચ ઝોનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી આ પાંચ ઝોનલ કાઉન્સિલના ચેરમેન હોય છે.  જ્યારે સંબંધિત ઝોનલ કાઉન્સિલમાં સામેલ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના એડમિનિસ્ટ્રેટર/લેફ્ટનન્ટ ગવર્નર તેના સભ્યો હોય છે. ઝોનલ કાઉન્સિલમાં સમાવિષ્ટ રાજ્યોના મુખ્યમંત્રીઓ વારાફરતી ઉપાધ્યક્ષ બને છે. રાજ્યપાલ દ્વારા દરેક રાજ્યમાંથી વધુ બે મંત્રીઓને પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવે છે. દરેક ઝોનલ કાઉન્સિલે મુખ્ય સચિવના સ્તરે એક સ્થાયી સમિતિની પણ રચના કરી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના સર્વાંગી વિકાસ માટે સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદનો લાભ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સશક્ત રાષ્ટ્ર જ સશક્ત રાષ્ટ્ર બનાવે તે ભાવના સાથે ઝોનલ કાઉન્સિલો બે કે તેથી વધુ રાજ્યો અથવા કેન્દ્ર અને રાજ્યોને અસર કરતા મુદ્દાઓ પર નિયમિત સંવાદ અને ચર્ચા માટે વ્યવસ્થિત વ્યવસ્થા મારફતે સહકાર વધારવા માટે એક મંચ પ્રદાન કરે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાજ્યોને સશક્ત બનાવવા અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારી સમજણને પ્રોત્સાહન આપવા સહકારી સંઘવાદના અભિગમ પર ભાર મૂક્યો છે. મોદી સરકારમાં ઝોનલ કાઉન્સિલની ભૂમિકાને અસરકારક બનાવવા માટે એડવાઇઝરીમાંથી એક્શન પ્લેટફોર્મમાં બદલવામાં આવી છે. ગયા વર્ષે સધર્ન કાઉન્સિલને બાદ કરતાં પાંચેય ઝોનલ કાઉન્સિલની સંબંધિત સ્થાયી સમિતિઓની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝોનલ કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યો તથા આ ક્ષેત્રના એક કે વધુ રાજ્યો વચ્ચેના મુદ્દાઓ ઉઠાવે છે. એટલે ઝોનલ કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તથા આ ક્ષેત્રનાં કેટલાંક રાજ્યો વચ્ચેનાં વિવાદો અને સમસ્યાઓનું સમાધાન કરવા માટે ઉત્કૃષ્ટ મંચ પ્રદાન કરે છે. ઝોનલ કાઉન્સિલમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય છે. જેમાં મહિલાઓ અને બાળકો સામે યૌન અપરાધ/બળાત્કારનાં કેસોની ઝડપી તપાસ તથા આ પ્રકારનાં કેસોનાં ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (એફટીએસસી)નો અમલ, દરેક ગામમાં 5 કિલોમીટરની અંદર બેંકો/ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શાખાઓની સુવિધા, ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ઇઆરએસ-112),  માળખાગત સુવિધાઓ, ખાણકામ, પર્યાવરણ અને જંગલો, ખાદ્ય સુરક્ષાના માપદંડો અને પ્રાદેશિક સ્તરે સામાન્ય હિતના અન્ય વિષયોને લગતા મુદ્દાઓનો અમલ પણ સામેલ છે.

ઝોનલ કાઉન્સિલની દરેક બેઠકમાં રાષ્ટ્રીય મહત્વના ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવે છે. જેમાં પાવર ઓપરેશન્સ, અર્બન માસ્ટર પ્લાન, પોષણ અભિયાન દ્વારા બાળકોમાં કુપોષણને દૂર કરવું, શાળાના બાળકોના ડ્રોપઆઉટ રેટને ઘટાડવા પર ચર્ચા, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકારી હોસ્પિટલોની ભાગીદારી, પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)ને મજબૂત કરવી અને સામાન્ય હિતના અન્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field