આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ઓરિસ્સા, તેલંગાણા અને ત્રિપુરાને 2024 દરમિયાન આવેલા પૂર/આકસ્મિક પૂર, ભૂસ્ખલન, ચક્રવાતી તોફાન માટે ભંડોળ મળશે
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કેન્દ્ર સરકારે SDRFમાં 27 રાજ્યોને રૂ. 18,322.80 કરોડ અને NDRFમાંથી 18 રાજ્યોને રૂ. 4,808.30 કરોડ ફાળવ્યા છે
(જી.એન.એસ) તા. 19
નવી દિલ્હી,
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષપદે ઉચ્ચ-સ્તરીય સમિતિ (HLC) એ વર્ષ 2024 દરમિયાન પૂર, આકસ્મિક પૂર, ભૂસ્ખલન, ચક્રવાતી તોફાનથી પ્રભાવિત પાંચ રાજ્યોને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) હેઠળ રૂ. 1554.99 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે. આ કુદરતી આફતોનો સામનો કરનારા પાંચ રાજ્યોના લોકોને મદદ કરવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારનો સંકલ્પ દર્શાવે છે.
ઉચ્ચ-સ્તરીય સમિતિએ NDRFમાંથી પાંચ રાજ્યોને રૂ. 1554.99 કરોડની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી, જે SDRFમાં ઉપલબ્ધ વર્ષ માટે ઓપનિંગ બેલેન્સના 50%ના સમાયોજનને આધીન છે. રૂ. 1554.99 કરોડની કુલ રકમમાંથી, આંધ્રપ્રદેશ માટે રૂ. 608.08 કરોડ, નાગાલેન્ડ માટે રૂ. 170.99 કરોડ, ઓરિસ્સા માટે રૂ. 255.24 કરોડ, તેલંગાણા માટે રૂ. 231.75 કરોડ અને ત્રિપુરા માટે રૂ. 288.93 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ વધારાની સહાય કેન્દ્ર દ્વારા રાજ્યોને રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF)માં જાહેર કરાયેલા ભંડોળ ઉપરાંતની છે, જે પહેલાથી જ રાજ્યોને સોંપવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કેન્દ્ર સરકારે SDRFમાં 27 રાજ્યોને રૂ. 18,322.80 કરોડ અને NDRFમાંથી 18 રાજ્યોને રૂ. 4,808.30 કરોડ રાજ્ય આપત્તિ નિવારણ ભંડોળ (SDMF)માંથી 14 રાજ્યોને રૂ. 2208.55 કરોડ અને રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ (NDMF)માંથી 8 રાજ્યોને રૂ. 719.72 કરોડ ફાળવ્યા છે.
કેન્દ્ર સરકારે આફતો પછી તરત જ ઔપચારિક મેમોરેન્ડમ પ્રાપ્ત થયાની રાહ જોયા વિના આ રાજ્યોમાં આંતર-મંત્રી કેન્દ્રીય ટીમો (IMCTs) નિયુક્ત કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.