રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૮.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૪૦૨.૮૫ સામે ૫૪૪૬૧.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૩૦૮.૭૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૭૦.૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૧.૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૫૫૪.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૬૨.૯૫ સામે ૧૬૨૫૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૨૦૯.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૯.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૨૭૦.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણ ભારતમાં હાલ તુરત કાબૂમાં હોવાના પોઝિટીવ પરિબળ સામે ચાઈનામાં વુહાન સહિતમાં ફરી ડેલ્ટા-કોરોના સંક્રમણ ફેલાવા લાગતાં ચાઈનીઝ સરકાર દ્વારા અનેક અધિકારીઓ સામે કડક પગલાં લેવાતાં અને ચાઈના-અમેરિકા વચ્ચે ટ્રેડ વોરમાં ચાઈનીઝ શેરોમાંથી વિદેશી ફંડોની એક્ઝિટ સતત વધી રહી હોઈ આજે વૈશ્વિક બજારોમાં ઉછાળે સાવચેતી રહી હતી. અલબત સ્થાનિક સ્તરે લાંબા સમયથી ઓવરબોટ પોઝિશનમાં આવી ગયેલા સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી બાદ શેરોમાં ફંડો, મહારથીઓથીઓ, ઓપરેટરો દ્વારા સતત બીજા દિવસે મોટાપાયે વેચવાલી કરી હતી.
આંતરરાષ્ટ્રીય મોરચે કોરોના સંક્રમણની ત્રીજી લહેરને લઈ ચિંતાએ વૈશ્વિક આર્થિક વૃદ્વિને ફટકો પડવાના અને ક્રુડ ઓઈલની માંગ પણ મંદ પડવાના અંદાજો છતાં ભારતમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોર્પોરેટ પરિણામો એકંદર પ્રોત્સાહક રહ્યા સાથે ઈન્ડેક્સ બેઝડ ચંચળતાના અંતે મજબૂતી રહી હતી. કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હવે ત્રીજા લહેર પૂર્વે કેન્દ્ર અને રાજયો સરકારોએ આગોતરા સાવચેતીમાં તકેદારીના પગલાં લેવા માંડતાં અને આ ત્રીજી લહેર તુલનાત્મક બીજી લહેર ઘાતક નહીં રહેવાના અંદાજો વચ્ચે આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિ આગામી દિવસોમાં વધુ ધમધમવાના અંદાજોએ ફંડો દ્વારા આજે શેરોમાં તેજી કરતાં ભારતીય શેરબજાર ઉછાળા બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, ટેક, આઇટી, બેન્કેક્સ, એનર્જી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૯૮ અને વધનારની સંખ્યા ૭૬૧ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ ત્રીજી લહેરની ચિંતાને અવગણીને ભારતીય શેરબજારોમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ધમાકેદાર ખરીદીના સથવારે સેન્સેક્સ, નિફટીમાં નવા ઈતિહાસ રચાયા છે.ઔદ્યોગિક-આર્થિક વિકાસ પર ફોક્સ કરીને સરકાર દેશના અર્થતંત્રને અનલોક સાથે ઝડપી વિકાસના પંથે લઈ જવા નિર્ણયો લઈ રહી છે. પરંતુ હાલ સૌથી મોટું નેગેટીવ પરિબળ મોંઘવારીનું બની રહી સરકાર માટે પેટ્રોલ, ડિઝલના ઊંચા ભાવોનું રહ્યું છે. જેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ગત સપ્તાહમાં ધિરાણ નીતિની સમીક્ષામાં મોંઘવારીના જોખમને મહત્વનું પરિબળ ગણાવીને સાવચેતીનો સંકેત આપ્યો છે, જેથી સાવચેતી જરૂરી બની રહેશે.
આગામી દિવસોમાં જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોમાં ૧૧,ઓગસ્ટના ફોર્સ મોટર્સ, ઈન્ડિયા સિમેન્ટના, ૧૨,ઓગસ્ટના ઓરબિન્દો ફાર્મા, ભારત પેટ્રોના, ૧૩,ઓગસ્ટના ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. આ સાથે આગામી સપ્તાહમાં ક્રુડ ઓઈલના ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ તેમ જ ઓટોમોબાઈ કંપનીઓના જુલાઈ મહિનામાં વાહનોના વેચાણના જાહેર થનારા આંકડા પર બજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.