Home ગુજરાત ગુજરાતના વધુ એક બાળકને મસ્કયુલર એટ્રોફીની બિમારી, વિવાના પરિવારની મદદ માટે અપિલ

ગુજરાતના વધુ એક બાળકને મસ્કયુલર એટ્રોફીની બિમારી, વિવાના પરિવારની મદદ માટે અપિલ

417
0

4 વર્ષના બાળકને બચાવવા 16 કરોડના ઈન્જેકશનની જરુર

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.3

ગુજરાતમાં સોમનાથ જીલ્લાના વતની 4 મહિનાના બાળક વિવાનને સ્પાઈન મસ્કયુલર એટ્રોફી નામની બીમારી થઈ છે. આ બિમારીની સારવાર માટેનો ખર્ચ 16 કરોડ જેટલો થાય છે. કોઈ સામાન્ય પરીવાર માટે આ ખર્ચને પહોંચી વળવું ખુબ જ અઘરું છે ત્યારે વિવાનના માતા-પિતાએ સામાજીક સંસ્થાઓને મદદની અપીલ કરી છે. અગાઉ ગુજરાતમાં ધૈર્યરાજસિંહ નામના બાળકને પણ આ બિમારી થઈ હતી. જેની મદદ માટે સોશીયલ મીડીયામાં ઝુંબેશ ઉપાડાઈ હતી અને લોકોની મદદથી ધૈર્યરાજસિંહની સારવાર શક્ય બની હતી. વિવાનના પિતા કચ્છમાં પ્રાઈવેટ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને તેની માતા ગૃહિણી છે. વિવાનના જન્મના દોઢ મહિના પછી તેના પગમાં હલન ચલન બંધ થતાં તેના પરીવાર દ્વારા રીપોર્ટ કઢાવવામાં આવ્યા હતા જેમાં આ બિમારી હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેને સારવાર માટે મુંબઈ ખસેડાયો છે. જયાં તેમને 16 કરોડના ઈન્જેકશનની જરુર છે એવું માલુમ પડ્યું છે.ત્યારે એકલા હાથે આ સારવાર કરી શકે એમ ન હોવાથી આ ઈન્જેકશન માટે સામાજીક સંસ્થાઓ અને લોકફાળો મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે. વિવાનના પિતાએ ગુજરાત સરકારને પણ મદદ કરવા ગુહાર લગાવી છે. આજે વિવાનના પિતા ગાંધીનગરમાં પુત્રની સારવાર બાબતે સરકારમાં રજુઆત કરવા આવ્યા હતા અને લોકોને પણ પોતાના પુત્રની સારવાર માટે ફાળો આપવા વિનંતી કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્થાનિક સંસ્થાઓની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૩૬૩ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Next articleચોમાસાની સારી પ્રગતિ સાથે દેશની ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિમાં વૃદ્ધિ નોંધાતા ફંડોની સાર્વત્રિક લેવાલીએ ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!