રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૮.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૮૬.૮૪ સામે ૫૨૯૦૧.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૮૦૪.૦૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૨.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૩.૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૯૫૦.૬૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૭૭.૨૫ સામે ૧૫૮૮૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૮૪૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૭.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૨.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૯૧૦.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. વિશ્વમાં કોરોના સંક્રમણ યુ.કે., ઓસ્ટ્રેલિયામાં કેસો વધવા લાગ્યા છતાં આજે આ નેગેટિવ પરિબળને અવગણીને આજે રિયલ્ટી શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં સુધારો જોવાયો હતો. ભારતમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામો પાછળ ફંડોએ આજે પસંદગીના શેરોમાં લેવાલી કરતા આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.
વૈશ્વિક મોરચે પણ વિશ્વભરમાં વધી રહેલી મોંઘવારીની સાથે ચાઈનામાં પણ ફુગાવો અસહ્ય બનવા લાગતાં અને ફયુલના વધતાં ભાવોને અંકુશમાં લેવા ચાઈનાએ તેના ક્રુડના રિઝર્વને છુટ્ટો કરવાનું જાહેર કર્યા સાથે સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાની સાથે દેશભરમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વધવા લાગી હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસ ઝડપી બનવાના અંદાજો અને પસંદગીના ઓઇલ & ગેસ, એનર્જી શેરો તેમજ ઓટો શેરોમાં આકર્ષણ રહેતાં ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઓઇલ & ગેસ, એનર્જી, સીડીજીએસ અને ઓટો શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૫૮ અને વધનારની સંખ્યા ૨૧૭૮ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ચિંતાએ ફોરેન ફંડોની એપ્રિલમાં જંગી વેચવાલીએ એફઆઈઆઈઝના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે. એફઆઈઆઈઝની એપ્રિલમાં ૧.૪૮ અબજ ડોલરના શેરોની ભારતીય શેરોમાં ચોખ્ખી વેચવાલી રહી હતી. જે વર્ષમાં આ પ્રથમ વેચવાલી હતી. જૂન ૨૦૨૧ના ત્રિમાસિકમાં કુલ રોકાણ પ્રવાહ ૭૫.૭૭ કરોડ ડોલરનો નોંધાયો હતો. ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક અને વૈશ્વિક સ્તરના મિશ્ર અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં વોલેટાલિટીનો માહોલ હોવા છતાંય પસંદગીના અંદાજીત ૪૦થી વધુ સ્મોલકેપ શેરોમાં ૩૫% સુધીના ઊછાળા નોંધાયા હતા. બીજી તરફ આ સમય દરમિયાન સામાન્ય રોકાણકારો તેમજ ખેલાડીઓ દ્વારા સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી જારી રહેતા બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૩% વધ્યો હતો. જોકે મિડકેપ ઇન્ડેક્સમાં નજીવો ૦.૨૯%નો સુધારો નોંધાયો હતો.
આગામી દિવસોમાં ૪,ઓગસ્ટ ૨૦૨૧ના સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંક પર ભારતીય શેરબજારની નજર રહેશે. જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોમાં ૩,ઓગસ્ટના ભારતી એરટેલના, ૪,ઓગસ્ટના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના, ૫,ઓગસ્ટના સિપ્લા અને ગેઈલ ઈન્ડિયા તેમજ ૬,ઓગસ્ટના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. આ સાથે આગામી દિવસોમાં ક્રુડ ઓઈલના ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ તેમજ ઓટોમોબાઈ કંપનીઓના જુલાઈ મહિનામાં વાહનોના વેચાણના જાહેર થનારા આંકડા પર બજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.