રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૭.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૯૦૪.૦૫ સામે ૫૨૯૬૮.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૯૪૮.૪૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૭.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૪.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૧૫૮.૮૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૬૯.૦૫ સામે ૧૫૮૭૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૮૬૬.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૦.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૯૪૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હવે ત્રીજા લહેર પૂર્વે કેન્દ્ર અને રાજયો સરકારોએ આગોતરા સાવચેતીમાં તકેદારીના પગલાં લેવા માંડતાં અને આ ત્રીજી લહેર તુલનાત્મક બીજી લહેર ઘાતક નહીં રહેવાના અંદાજો વચ્ચે આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિ આગામી દિવસોમાં વધુ ધમધમવાના અંદાજોએ ફંડોએ આજે ટ્રેડીગની શરૂઆત તેજી સાથે કરી હતી. કોર્પેોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝન શરૂ થવા સાથે ફંડો દ્વારા શેરોમાં આક્રમક લેવાલી કરતાં બીએસઇ સેન્સેક્સે ૫૩૨૬૬ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૯૬૭ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો.
કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં ગઇકાલે ઈન્ફોસીસ લિમિટેડે અપેક્ષાથી મુજબ પરિણામ રજૂ કર્યા સાથે ચાલુ વર્ષ માટે આવક વૃદ્વિનો અંદાજ વધારીને ૧૪ થી ૧૬% વૃદ્વિનો મૂકતાં અને વિશ્વભરમાં આઈટી પરની નિર્ભરતા વધી રહી હોઈ આઈટી ક્ષેત્રે બિઝનેસ વૃદ્વિની મોટી તકોએ ફંડોએ આજે આઈટી શેરોની આગેવાનીમાં તેજી કરી હતી. આઈટી શેરો સાથે આજે ફંડોની પસંદગીના રિયલ્ટી – કેપિટલ ગુડઝ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. આ સાથે ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણમાં ઝડપી ઘટાડાની પોઝિટીવ અસરે ઔદ્યોગિક ક્ષેત્રે પ્રવૃતિ વધી રહી હોવા સાથે આર્થિક પ્રવૃતિ પણ વધવા લાગતાં ફંડોએ શેરોમાં વેલ્યુબાઈંગ વધાર્યું હતું. અલબત ઓઈલ-ગેસ, ટેલિકોમ શેરોમાં આજે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ થયું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એનર્જી, હેલ્થકેર, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૬ અને વધનારની સંખ્યા ૧૬૬૨ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ કાબૂ બહાર થયા બાદ હવે ત્રીજી લહેરની દહેશતે કેન્દ્ર સરકાર દ્વારા તૈયારી શરૂ કરી દીધી હોઈ આગામી દિવસોમાં ત્રીજી લહેરના સંજોગોમાં ફરી લોકડાઉન સહિતના અંકુશો લાદવાની ફરજ પડવાની સ્થિતિમાં બજારનું સેન્ટીમેન્ટ વધુ ડહોળાઈ શકે છે. આ સાથે કોર્પોરેટ પરિણામોની શરૂ થયેલી સીઝનમાં જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામો અપેક્ષાથી સાધારણ આવતાં શેરોમાં પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જોવા મળી શકે છે. જે સાથે ક્રુડ ઓઈલના ઊંચા ભાવ અને પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવોએ મોંઘવારીનું પરિબળ રોજબરોજવધુને વધુ જોખમી બની રહ્યું હોઈ અને હવે ઉત્તર પ્રદેશમાં આવનારી ચૂંટણીઓની તૈયારી વચ્ચે આગામી દિવસોમાં બજારમાં ઉછાળે સાવચેતી જોવા મળી શકે છે.
આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની ચાલની સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ, રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટની સાથે ચોમાસાની પ્રગતિ પર નજર રહેશે. આ સાથે કોર્પોરેટ પરિણામોમાં જાહેર થનારા રિઝલ્ટ પર પણ નજર રહેશે. જ્યારે આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ.રીટેલ વેચાણના જૂન મહિનાના ૧૬, જુલાઈ ૨૦૨૧ના જાહેર થનારા આંક પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.