રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન
(જી.એન.એસ) તા. 6
અમદાવાદ,
અમદાવાદના ટાગોર હોલ ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માર્ગ સલામતી વિષયક પર નાટકની સ્પર્ધા યોજાઇ હતી જેમાં સ્કૂલ બોર્ડની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંદાજે 2200થી વધુ બાળકોએ સ્કૂલ ભાગ લીધો હતો.
પ્રથમ તબક્કે સ્કૂલ કક્ષાએ 12 ઝોનમાં સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ફાઈનલમાં દરેક ઝોનમાંથી બેસ્ટ એવી એક, એમ 12 સ્કૂલોએ ભાગ લીધો હતો. જેની ફાઈનલ સ્પર્ધા આજે યોજાઈ હતી. જેમાં 500 બાળકો અને 200 શિક્ષકોએ ભાગ લીધો હતો.
પ્રથમ સ્થાને આવેલ શાળાને રૂ.3000, દ્વિતીય સ્થાને આવેલ શાળાને રૂ.2000 અને તૃતીય સ્થાને આવેલ શાળાને રૂ.1000 ઈનામરૂપે આપવામાં આવ્યા હતા. તેવી જ રીતે રોડ સેફ્ટીને લગતી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ કૃતિને રૂ.3000, દ્વિતીય કૃતિને રૂ.2000 અને તૃતીય કૃતિને રૂ.1000 ઈનામરૂપે આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં બાળકો દ્વારા માર્ગ સલામતી વિષયક સુંદર ચિત્રો દોરવામાં આવ્યા હતા તથા વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા નાટક પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અકસ્માતથી બચવા શું કરી શકાય તેનો સંદેશ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં માર્ગ સલામતી કમિશનર શ્રી એસ.એ.પટેલ, અમદાવાદ મ્યુનિસિલ સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજય મહેતા, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી વિપુલ સેવક તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.