Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો; 2014માં 2 યુનિટથી,...

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો; 2014માં 2 યુનિટથી, આજે દેશભરમાં 300થી વધુ યુનિટ કાર્યરત છે: શ્રી અશ્વિની વૈષ્ણવ

6
0

(જી.એન.એસ) તા. 5

નવી દિલ્હી,

પ્રધાનમંત્રીનું ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝન ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવામાં મદદરૂપ થઈ રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ શરૂ થયાના એક દાયકાની અંદર જ આપણી આત્મનિર્ભરતા અને ઉત્પાદનને વેગ આપવા માટે જ નહીં, પરંતુ રોજગારીનું સર્જન પણ કરી રહ્યો છે. આ સંબંધમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે અને સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે છેલ્લાં એક દાયકામાં ભારતનાં મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં થયેલા નોંધપાત્ર પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો.

આયાતથી સ્વતંત્રતા સુધીમોબાઇલ ઉત્પાદનમાં ભારતનો ઉદય

ભારતે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને તે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો છે. વર્ષ 2014માં ભારત પાસે માત્ર 2 મોબાઇલ ઉત્પાદન એકમો હતા, પણ અત્યારે ઝડપથી આગળ વધી રહ્યાં છે, ત્યારે દેશ 300થી વધારે ઉત્પાદન એકમો ધરાવે છે, જે આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં નોંધપાત્ર વિસ્તરણ પર ભાર મૂકે છે.

2014 -15માં ભારતમાં જે મોબાઇલ ફોન વેચાઇ રહ્યા હતા તેમાંથી માત્ર 26 ટકા ફોન જ ભારતમાં જ બનાવવામાં આવ્યા હતા, બાકીના આયાત કરવામાં આવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે ભારતમાં વેચાતા તમામ મોબાઇલ ફોનમાંથી 99.2 ટકા ફોન મેડ ઇન ઇન્ડિયા છેમોબાઇલ ફોનની મેન્યુફેક્ચરિંગ વેલ્યુ નાણાકીય વર્ષ 2014માં ₹18,900 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024માં ₹4,22,000 કરોડ થઈ છે.

ભારતમાં દર વર્ષે 325થી 330 મિલિયન મોબાઇલ ફોનનું ઉત્પાદન થાય છે અને ભારતમાં સરેરાશ એક અબજ મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. ભારતીય મોબાઇલ ફોન્સે સ્થાનિક બજારને વર્ચ્યુઅલ રીતે સંતૃપ્ત કરી દીધું છે અને મોબાઇલ ફોન્સની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. 2014માં જે નિકાસનું અસ્તિત્વ લગભગ નહોતું તે હવે ₹129000 કરોડને વટાવી ગયું છે.

ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં રોજગારીનું સર્જનનો એક દાયકો

આ ક્ષેત્રનું વિસ્તરણ રોજગારીનું મુખ્ય પરિબળ પણ રહ્યું છે, જેણે દાયકામાં આશરે 12 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું  છે. રોજગારીની આ તકોએ અસંખ્ય પરિવારોની આર્થિક સ્થિતિમાં વધારો કર્યો છે એટલું જ નહીં, પરંતુ દેશના સામાજિક-આર્થિક તાણાવાણામાં પણ ફાળો આપ્યો છે.

‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ આ સીમાચિહ્નો હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ રહી છે. તેણે ચાર્જર્સ, બેટરી પેક્સ, તમામ પ્રકારના મિકેનિક્સ, યુએસબી કેબલ્સ અને લિથિયમ આયન સેલ, સ્પીકર અને માઇક્રોફોન્સ, ડિસ્પ્લે એસેમ્બલી અને કેમેરા મોડ્યુલ્સ જેવા વધુ જટિલ ઘટકો જેવા મહત્વપૂર્ણ ઘટકો અને પેટા-એસેમ્બલીના સ્થાનિક ઉત્પાદનને સક્ષમ બનાવ્યું છે.

આગળ જોતા, મૂલ્ય શૃંખલામાં, ખાસ કરીને ઘટકો અને સેમીકન્ડક્ટર્સના ઉત્પાદનમાં, ઊંડાણમાં આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બદલાવ આત્મનિર્ભરતા વધારવા અને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ બજારમાં ભારતને એક અગ્રણી ખેલાડી તરીકે સ્થાપિત કરવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે.

મૂલ્ય શૃંખલાને વધુ મજબૂત બનાવવીઃ ભારતના ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને આગળ વધારવું

શ્રી અશ્વિની વૈષ્ણવે ઉલ્લેખ કર્યો હતો કે, હવે મૂલ્ય શૃંખલામાં ઊંડા ઊતરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં સૂક્ષ્મ ઘટકો અને સેમીકન્ડક્ટર ઉત્પાદન પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ઇકોસિસ્ટમનો સ્વદેશી વિકાસ સુનિશ્ચિત થશે. આનાથી વૈશ્વિક સ્તરે અગ્રણી ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ તરીકે ભારતના વલણને વેગ મળશે.

1950 અને 1990 ની વચ્ચે, પ્રતિબંધિત નીતિઓએ ઉત્પાદનને અટકાવી દીધું હતું. જો કે, ‘મેક ઇન ઇન્ડિયા’ વેલ્યુ ચેઇનમાં ઊંડે સુધી જઇને અને ઘટકો અને ચિપ્સના ઉત્પાદનમાં વધારો કરીને તે વલણને ઉલટાવી રહ્યું છે.

દેશમાં સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ બેઝની સ્થાપના મેક ઇન ઇન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે, જેને ભારત છ દાયકાથી વધુ સમયથી હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના પ્રારંભ  સાથે અને જેને મંજૂરી આપવામાં આવી છે તેવા પાંચ મુખ્ય પ્રોજેક્ટ્સ માઇક્રોનથી શરૂ કરીને ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કરવામાં આવેલા બે પ્રોજેક્ટ્સ, સીજી પાવરનો એક પ્રોજેક્ટ  અને કેઇન્સનો છેલ્લો પ્રોજેક્ટ,  આ દેશમાં સેમીકન્ડક્ટર્સનો વાસ્તવિક ઉત્પાદન આધાર ભારતમાં સ્થાપિત થઈ રહ્યો છે.

મેક ઇન ઇન્ડિયા નવા આર્થિક યુગને આકાર આપી રહ્યું છે

રમકડાંથી માંડીને મોબાઇલ ફોન, સંરક્ષણ ઉપકરણોથી માંડીને ઇવી મોટર્સ, ઉત્પાદન ભારતમાં પરત ફરી રહ્યું છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝન ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાનું છે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ આત્મનિર્ભરતાને વેગ આપી રહ્યો છે, ઉત્પાદનને વેગ આપી રહ્યો છે અને રોજગારીનું સર્જન કરી રહ્યો છે, જેથી દેશનાં આર્થિક ધૈર્યમાં નોંધપાત્ર પ્રદાન થઈ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field