Home ગુજરાત ગાંધીનગર આરોહ ફાઉન્ડેશન દ્વારા “નાણાંકીય સાક્ષરતા” તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આરોહ ફાઉન્ડેશન દ્વારા “નાણાંકીય સાક્ષરતા” તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

9
0

(જી.એન.એસ) તા. 3

ગાંધીનગર,

આરોહ ફાઉન્ડેશન ગુજરાતનાં 29 જીલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (દાદરા નાગર હવેલી દમણ, દીવ) છેલ્લા એક વર્ષ થી નાણાકીય સહયોગ આર બી આઈ તથા SBI અને BOB ના સહયોગ, નાબાર્ડ સાથે નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ હેઠળ કામ કરી રહી છે આ કાર્યક્રમ ગ્રામ્યવિસ્તરના 18 થી 60 વર્ષની વય જૂથના લોકોની સાથે નાણાંકીય સાક્ષરતા હેઠળ જાગૃતિપ્રેરક કામગીરી કરે છે. જેમાં આજના સમયમાં લોકોને ઓનલાઈન બેંકિંગ, સાઇબર ફ્રોડ, સરકારની અન્ય બેંકિંગ વિવિધ યોજના વિષે શિબિરો ના આયોજન કરે છે.

    આ અનુસંધાને ગાંધીનગરમાં હોટલ ઇંપિરિયન ખાતે ગુજરાતનાં વિવિધ જીલ્લા ઓમાથી 172 જેટલા CFL પ્રોજેકટ ફેઝ 1 ના સ્ટાફની તારીખ 29 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં આરબીઆઇમાથી આલોક સિંઘ, ગાંધીનગરના લીડ ડિસ્ટ્રીક  મેનેજર SBI    શ્રી આદેશ જુનેજા, FLC ગાંધીનગર અનિલ પુરોહિત, આરોહ ફાઉન્ડેશનનો  ગુજરાતનો સ્ટાફ હાજર રહ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોહ ફાઉન્ડેશન ના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field