Home દેશ - NATIONAL ભારતીય શેરબજાર અને રોકાણકારોએ વધાવ્યું કેન્દ્રિય બજેટ….!! – નિખિલ ભટ્ટ

ભારતીય શેરબજાર અને રોકાણકારોએ વધાવ્યું કેન્દ્રિય બજેટ….!! – નિખિલ ભટ્ટ

6
0
  • દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો…!!
  • આ બજેટ ગરીબો માટે, યુવાનોની રોજગારીની તકો ઉભી કરવા, કૃષિ ક્ષેત્રે અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત કરવામાં આવ્યું…!!
  • ઉપરાંત ઈન્સ્યોરન્સ, ફાર્મા, હેલ્થકેર, એજ્યુકેશન, ઈન્ફ્રાસ્ટ્રકચર, ટુરિઝમ, પોર્ટ કનેક્ટીવીટી, ઉડાન, એમએસએમઈ, ઈન્વેસ્ટમેન્ટ અને નિકાસ પર પણ મહત્તમ સુધારા જાહેર કર્યા…
  • બજેટમાં બિહાર પર અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી જેમાં બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા આપવાની જાહેરાત કરાઈ છે. પટણા એરપોર્ટને પણ વિકસિત કરાશે. આ સાથે મિથિલાંચલમાં સિંચાઈ યોજના ઊભી કરવામાં આવશે. આ પહેલા અહીં મખાના ઉદ્યોગ માટે બોર્ડની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
  • વીમા ક્ષેત્રમાં પણ ૧૦૦% FDI ની જાહેરાત – વીમા ક્ષેત્રમાં ૧૦૦% FDI ની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે વીમા ક્ષેત્રમાં સ્પર્ધા વધશે. ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે, વિદેશી કંપનીઓ દ્વારા રોકાણ વધશે. પ્રીમિયમ સસ્તું થઇ શકે છે વધુ સારું કવરેજ મળશે.
  • આ ઉપરાંત પર્સનલ ટેક્સમાં મિડલ ક્લાસને ધ્યાનમાં રાખીને ખૂબ સારો બેનિફિટ કરવામાં આવ્યો…
  • બજેટમાં ટેક્સને લગતી મહત્ત્વની જાહેરાતો… 1) સરકારનું બજેટમાં મોટું એલાન – ૧૨ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં. 2) ૪ વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે 3) TDS ની મર્યાદા ૬ લાખ કરાઈ 4) વૃદ્ધો માટે ૧ લાખ સુધીની ટેક્સ છૂટ 5) TCSની મર્યાદા ૭ લાખથી વધારી ૧૦ લાખ કરાઈ
    • નવી ટેક્સ વ્યવસ્થા તરીકે જોઈએ તો :-  
    • ૦-૧૨ લાખ :- કોઈ ટેક્સ નહીં
    • ૧૨-૧૫ લાખ                     :- ૧૫% ટેક્સ
    • ૧૫-૨૦ લાખ                     :- ૨૦% ટેક્સ
    • ૨૦-૨૫ લાખ                     :- ૨૫% ટેક્સ
    • ૨૫ લાખથી વધુની આવક પર   :- ૩૦% ટેક્સ

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

    Existing Users Log In
       
    New User Registration
    *Required field