રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૬.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૯૩૪.૮૮ સામે ૫૧૭૪૯.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૪૫૦.૫૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૬૩.૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૫.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૮૪૯.૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૧૮.૧૫ સામે ૧૫૫૮૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૫૦૨.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૬૨૫.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. કોરોના સંક્રમણની બીજી લહેરના પરિણામે દેશભરમાં લોકડાઉન-કર્ફયુની પરિસ્થિતિ લાંબો સમય રહ્યા બાદ હવે ફરી દેશ અનલોક તરફ આગળ વધવા લાગ્યા છતાં આર્થિક મોરચે ભારતે કોરોના મહામારીની મોટી કિંમત ચૂકવવી પડી રહી હોઈ અને હજુ અનિશ્ચિતતા કાયમ હોઈ આર્થિક વિકાસ પણ મંદ પડી રહ્યાની સ્થિતિએ ફંડોએ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીને વિરામ આપ્યો હતો. સેન્સેક્સ-નિફટી બેઝડ આજે ફંડો દ્વારા સતત તેજી કર્યા બાદ લાંબા સમયથી તેજીનું વ્યાપક તોફાન મચાવનારા સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડોએ આજે ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી.
આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કોરોના વિસ્ફોટે ના કારણે દેશભરમાં અનેક વિસ્તારોમાં હજુ લોકડાઉનની યથાવત રહેતા સેન્સેક્સ, નિફટી બેઝડ આજે ઘટાડા છતાં ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં ભારે લેવાલી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટિવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, આઈટી, ટેલિકોમ, બેન્કેકસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૭૪ અને વધનારની સંખ્યા ૨૧૩૯ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં દેશનો GDP ૭.૩%નો ઘટાડો થયો છે. જોકે, ગયા નાણાકીય વર્ષનાં ચોથા ક્વાર્ટરમાં GDPમાં ૧.૬%નો વધારો થયો છે. આ સૂચવે છે કે કોરોનાની બીજી લહેર પહેલા દેશની અર્થવ્યવસ્થા રિકવરીનાં માર્ગ પર હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં દેશની અર્થવ્યવસ્થામાં ઘટાડો થવાનું અનુમાન હતું. કારણ કે ગત વર્ષે કોરોના રોગચાળાએ અર્થતંત્ર પર ભારે અસર કરી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં દેશનો GDP ગ્રોથ ૪% હતો.
ગત નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં બાંધકામ ક્ષેત્રમાં ૧૪%ની વૃધ્ધી રહી. યુટિલિટી સેક્ટરમાં ૯.૧%નો ગ્રોથ રહ્યો હતો. બીજી તરફ, સર્વિસ સેક્ટરમાં ૨.૩%નો ઘટાડો નોંધાયો છે. જો કે, કન્સ્ટ્રક્સન અને યુટિલિટીઝ સેક્ટરના સારા પ્રદર્શનને લીધે પાછલા નાણાકીય વર્ષમાં GDPમાં અપેક્ષા કરતા ઓછો ઘટાડો થયો. પાછલા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં, અર્થતંત્ર વૃધ્ધીનાં માર્ગ પર પાછું ફર્યું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ ૦.૫% હતો. આ પહેલા પાછલા નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP માં લગભગ ૨૪% અને બીજા ક્વાર્ટરમાં ૭.૫%નો ઘટાડો નોંધાયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.