રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૦૧૭.૫૨ સામે ૫૧૧૨૮.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૮૯૧.૬૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૧.૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૭.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૧૧૫.૨૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૩૦૩.૦૦ સામે ૧૫૩૨૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૨૭૪.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૧.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૩૩૯.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારીના પરિણામે અસરગ્રસ્ત ક્ષેત્રો-ઉદ્યોગો માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવાના આપવામાં આવેલા સંકેત અને હવે વેક્સિનેશન પ્રોગ્રામને ફરી ઝડપી બનાવવા ફાઈઝર પાસેથી પાંચ કરોડ ડોઝ મેળવવા થઈ રહેલી વાટાઘાટ સાથે ભારતીય વેક્સિન કોવેક્સિનને પણ ડબલ્યુએચઓ પ્રમાણિત કરવા અને યુ.એસ.એફડીએની મંજૂરી મેળવવા પ્રયાસો ઝડપી બનતાં આગામી દિવસોમાં કોરોના મહામારીમાંથી ભારતને પણ ઝડપી મુક્ત કરી શકવાના ઊભી થયેલી આશાએ આજે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી.
કોરોનાના કેસોમાં ઘટાડા સામે કેટલાક રાજ્યોમાં કડક નિયંત્રણો તેમજ કોમોડિટીઝના વધતા ભાવ અને ફુગાવાના દબાણને લીધે વૈશ્વિક સ્તરે વ્યાજ દરોમાં વધારો ઉપરાંત બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે આજે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડી જોવા મળી હતી. અલબત મેટલ-માઈનીંગ અને સ્ટીલના વધુ પડતાં વધી ગયેલા ભાવોની ચિંતાએ રિયલ્ટી શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી થઈ હતી. ડેરિવેટીવ્ઝમાં મે વલણનો અંત હોવાથી ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, ટેલિકોમ, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૭૬ અને વધનારની સંખ્યા ૧૭૫૪ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચાલુ મે માસના પ્રથમ પખવાડિયામાં વિવિધ પ્રતિકૂળતાઓના પગલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો વીમા, બેંક અને આઈટી ક્ષેત્રના શેરો વેચી રિયાલ્ટી, કેપિટલ ગુડઝ સહિતના અન્ય ક્ષેત્રો તરફ વળ્યા છે. જેમાં બેકિંગ ક્ષેત્રની વાત કરીએ તો, દેશમાં કોરોનાના કેસ વધીને વિક્રમી સપાટીએ પહોંચતા વીમાના દાવા વધતા અને દેશના વિવિધ રાજ્યોમાં અમલી લોકડાઉનના કારણે બેંકોની એનપીએ વધવાની આ ક્ષેત્રની કંપનીઓની નાણાંકીય તંદુરસ્તી ખરડાય તેવી ભીતિ ઉદ્ભવી છે. ઉપલબ્ધ ડેટા મુજબ વીમા, બેંક અને આઈટી ક્ષેત્રમાં એફઆઈઆઈએ અંદાજીત રૂ. ૨૦૦ મીલીયનથી વધુની વેચવાલી હાથ ધરી છે.
હાલ એફઆઈઆઈ રીયલ્ટી, કેપીટલ ગુડઝ, ફૂડ બેવરેજીસ અને ટોબેકો ક્ષેત્રના શેરો તરફ વળી છે. જો કે રીયાલ્ટી ઇન્ડેક્સ ૩.૨૧% ઘટયો હોવા છતા એફઆઈઆઈએ તેના રોકાણમાં વધારો કર્યો છે. આગામી દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હવે આગામી દિવસોમાં ૨૮,મે ૨૦૨૧ના ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ તેમજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. ઉપરાંત રાજ્યો દ્વારા કોરોનાના આકરા પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરાશે જેને પગલે ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.