રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૪.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૮૩૨.૦૩ સામે ૪૭૯૪૦.૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૭૩૬૨.૭૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૮.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૮૨.૬૧ પોઈન્ટના ઘટાડા સાથે ૪૭૯૪૯.૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૪૫.૭૦ સામે ૧૪૩૯૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૧૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૫.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૧.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૩૮૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
દેશભરમાં ફરી કોરોના સંક્રમણની બીજી લહેરમાં વિસ્ફોટ થતાં કટોકટીની પરિસ્થિતિ ઊભી થતાં અને મહારાષ્ટ્રમાં કેસોમાં અસાધારણ વધારાના પરિણામે ફરી લોકડાઉનના પગલાં લેવાની રાજય સરકારને ફરજ પડતાં તેમજ ગુજરાત સહિતના રાજયોમાં પણવણસતી પરિસ્થિતિને લઈ આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરી દેશભરમાં લોકડાઉનના પગલાં લેવાયએવી બતાવાતી શકયતાએ અને બેંકોની એનપીએમાં ફરી જંગી વધારો થવાના અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરો પાછળ કડાકો બોલાઈ ગયો હતો.
કોરોના સંક્રમણ પ્રસરવાની સાથે માર્ચ માસથી જ રોજગાર પર પ્રતિકૂળ અસર થવાની શરૂઆત થઇ હતી. સંક્રમણમાં વધારાના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, છતીસગઢ સહિતના અન્ય રાજ્યોમાં નાઇટ કરફ્યુ અને મીની લોકડાઉનના કારણે તેમજ અન્ય નિયમોની રોજગાર પર પ્રતિકૂળ અસર થઇ હતી. આ નિયમોના કારણે પર્યટન ક્ષેત્ર પર પણ પ્રતિકૂળ અસર થઇ છે. દેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેર અત્યંત વિસ્ફોટક બની રહી હોઈ આ મહામારીથી સર્જાયેલી ભયંકર હેલ્થ કટોકટીમાં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા આ માટે બનાવવા આવતી દવાઓની માંગમાં અસાધારણ વધારાને લઈ આજે સતત ફાર્મા શેરોમાં તેજી રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૯ અને વધનારની સંખ્યા ૭૭૩ રહી હતી, ૨૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૬૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણથી ફરી વિશ્વ ઘેરાઈ રહ્યું હોઈ વિશ્વભરમાં ફરી લોકડાઉનની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ અને ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજયોમાં કોરોનાના વિસ્ફોટે પરિસ્થિતિ કાબૂ બહાર જવા લાગી હોઈ આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ સહિતના રાજયોમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિસ્થિતિ વણસવાના સંજોગોમાં ફરી દેશવ્યાપી લોકડાઉનની બતાવાતી શકયતાએ આર્થિક મોરચે પીછેહઠના ભયે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે સતત સાવચેતી વધવાની શકયતા છે.
દેશમાં મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં ફરી કડક પગલાંની સાથે ગુજરાત સહિતના અન્ય રાજયોમાં વણસતી પરિસ્થિતિને લઈ ફરી લાંબા લોકડાઉનની બતાવાતી શકયતા વચ્ચે જો આ લોકડાઉન લાગુ થશે તો બજારમાં મોટા કડાકા સાથે ઈન્ડેક્સ બેઝડ તોફાની વધઘટની પૂરી શકયતા વચ્ચે સાવચેતી જરૂરી બની રહેશે. કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં મંગળવાર ૨૦,એપ્રિલ ૨૦૨૧ના રોજ નેસ્લે ઇન્ડિયા લિ. ના રિઝલ્ટ અને ૨૨,એપ્રિલના સિએન્ટ લિમિટેડ, ટાટા એલેક્સી તેમજ ૨૩,એપ્રિલના HCL ટેકનોલોજીના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.