રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૪.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૮૦૩.૬૮ સામે ૪૮૯૩૫.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૬૯૪.૪૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૫.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૮૩૨.૦૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૯૨.૦૦ સામે ૧૪૬૦૫.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૫૮૨.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૧.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૨૪.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં કોરોનાની બીજી લહેરમાં અનપેક્ષિત વિસ્ફોટ થતાં દેશની હેલ્થ સિસ્ટમ સદંતર પડી ભાંગવા લાગી હોઈ પરિસ્થતિ કંટ્રોલ બહાર પહોંચી જતાં અને દેશમાં વેક્સિનની સર્જાયેલી અછતને લઈ આ પરિસ્થિતિ જવાબદાર હોવાના કારણે વિદેશી વેક્સિનો સ્પુટનિક-ફાઈવને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવાયા બાદ અન્ય વિદેશી વેક્સિનોને મંજૂરી આપવામાં આવ્યાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સંક્રમણને યુદ્વના ધોરણે અંકુશમાં લેવા તાકીદના પગલાં લેવા આદેશો છોડયા હોવાના અને આ માટે મોટાપાયે તૈયારી થઈ રહ્યાના સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
દેશના અન્ય ભાગોમાં ધીરે ધીરે આંશિક લોકડાઉન અમલી કરવામાં આવતા તેની પાછળ શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. કોવિડ-૧૯ના વધતા કેસની સાથે વિવિધ રાજ્યોમાં અલગ અલગ પ્રકારના પગલાં લેવામાં આવતા બજારના વર્ગોમાં તેની મિશ્ર અસર રહી છે. નવી દિલ્હી દ્વારા વિકએન્ડ કર્ફ્યું લાદવાનું પગલું ભરવામાં આવતા અંકુશોની નકારાત્મક અસર સાથે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે તેજી તરફી ચાલ જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ફાઈનાન્સ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૪૪ અને વધનારની સંખ્યા ૧૬૫૫ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં મોટા પાયે ખરીદીના આંકડા હવે અદ્રશ્ય થવા સાથે છેલ્લા બે સપ્તાહમાં ફંડો-દિગ્ગજો દ્વારા બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે એને જોતાં આગામી દિવસોમાં ભારતીય શેરબજાર વૈશ્વિક બનાવો, અમેરિકન બજારના સંકેતો ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ, લોંગ ટર્મ બોન્ડ યીલ્ડ્સના ટ્રેન્ડ્સ, ક્રૂડ ઓઈલના ભાવો અને કોરોના વાયરસના કેસોની સંખ્યા તેમજ આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે મહત્વના ઘટનાક્રમ જેમ કે પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ સહિતના રાજયોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીઓની સાથે માર્ચ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સીઝન શરૂ થતાં બજારની ભાવિ ચાલ માટે કોર્પોરેટ પરિણામો મહત્વના પુરવાર થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.