Home ગુજરાત ગાંધીનગર શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૫ની શરુઆત અંતર્ગત ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ...

શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૫ની શરુઆત અંતર્ગત ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી

4
0

(જી.એન.એસ) તા.૨૧

ગાંધીનગર,

તા. ૨૦/૦૧/૨૦૨૫ થી ૨૫/૦૧/૨૦૨૫ સુધી સંપૂર્ણ ગુજરાતમાં શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૫ની શરુઆત કરવામાં આવી છે. જેમા ગાંધીનગર જિલ્લામા પણ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ ઉધોગ ભવન ગાંધીનગર, અને જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર,કલેકટર કચેરી, ગાંધીનગરના સહયોગથી શાળા સલામતી સપ્તાહની શરુઆત કરવામા આવી છે, જેના પ્રથમ દિવસે શેરથા ગામની પ્રાથમિક શાળા નંબર ૧ અને ૨,માં કાર્યક્રમ કરવામા આવ્યો જેમા મુખ્ય મેહમાન તરીકે નીરુબેન પટેલ (ટી.પી.ઓશ્રી), રાજેશ્રી.એન.પરમાર (મામલતદાર ડિઝાસ્ટરશ્રી), પ્રવિણાબેન પટેલ (ઉપ-સરપચશ્રી),મૌલિક.પી.પડ્યા (ડિઝાસ્ટર-ડી.પી.ઓશ્રી), વિષ્ણુ પ્રજાપતી(સી.આર.સીશ્રી), મુખ્ય મેહમાન તરીકે હાજર રહ્યા હતા. ત્યાર બાદ શાળા સલામતી સપ્તાહની શરુઆત રાજુ પટેલ (સબ ફાયર ઓફિસરશ્રી‌, ગાધીનગર), સાવન્ત.આર.ગોરસીયા(ફાયર મેન, કલોલ) દ્વારા કરવામા આવી હતી, જેમા આગ કેવી રીતે લાગે છે, આગ ના પ્રકાર, અને ફાયર અગ્નિશામક સાધનનો ઉપયોગ કેવીરીતે કરવો તે વિષય પર માહિતી આપી અગ્નિશામક સાધનનો પ્રેક્ટીકલ ઉપયોગ કરી ને સમજાવવામા અવ્યુ હતું, ત્યાર બાદ,  ૧૦૮ ઈમરજન્સી સર્વિસ માંથી  દર્શન પટેલ(ઈમરજન્સી મેનેજમેન્ટ એક્સિક્યુટીવ, ડીસ્ટ્રીકટ સુપરવાઈજર) અને તેમની ટીમ દ્વારા ૧૦૮ ની ઈમરજન્સી સેવાઓ,સી.પી.આર  વિશે મહિતી આપવામા આવી, ત્યાર બાદ ડો.મહાવીર નીમાવત (ઈ/ચા-ક્યુ.આર.ટી, સિવીલ ડિફેન્સ) દ્વરા તાલીમ આપવામા આવી, આમ  ૭ મુખ્ય મેહમાનશ્રી,૨૫૦ બાળકો, ૨૨ શિક્ષકો, ૧૨ પ્રિન્સિપલશ્રી, ૨૪-અસ.એમ.સી કુલ અંદાજિત ૩૧૫ સભ્યો સહિત શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૫ અંતર્ગત તાલીમ આપવામા આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field