(G.N.S) Dt. 20
તેમની ધીરજ અને સમર્પણને પ્રશંસનીય ગણાવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય પુરુષ ટીમને ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“આજે ભારતીય ખો ખો માટે એક મહાન દિવસ છે.
ખો ખો વર્લ્ડ કપનો ખિતાબ જીતવા બદલ ભારતીય પુરુષ ખો ખો ટીમ પર અતિ ગર્વ છે. તેમની ધીરજ અને સમર્પણ પ્રશંસનીય છે. આ જીત યુવાનોમાં ખો ખોને વધુ લોકપ્રિય બનાવવામાં ફાળો આપશે.”

