(જી.એન.એસ) તા.૧૮
નવસારી,
નવસારી જિલ્લામાં આવતા જલાલપોર ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત ૫ એમ્બ્યુલન્સ અને ૧૩ સ્વચ્છતા અભિયાન માટે ગાડી નું વિતરણ પ્રદેશ અધ્યક્ષ, ભાજપા ગુજરાત તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,જીલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રીશ્રી શીતલબેન સોની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.