રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૩.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૮૦૧.૬૨ સામે ૫૦૧૬૧.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૯૬૨.૩૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૩૩.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૫.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૨૧૬.૫૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૭૧.૩૦ સામે ૧૪૮૬૮.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૫૦૬.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૩.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૭.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૬૦૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો અને કોરોના સંક્રમણના બીજા વેવની શરૂઆતમાં રોજબરોજ વધતાં જતાં પોઝિટીવ કેસોને લઈ સરકાર ચિંતિત બનતાં અનેક સ્થળોએ લોકડાઉન લાદવામાં આવતાં અને ગુજરાતમાં ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયુ લાદવાની ફરજ પડતા ફરી દેશવ્યાપી લોકડાઉનના ફફડાટે ફંડો, ઈન્વેસ્ટરોએ સાવચેતીમાં શેરોમાં ઉછાળે વેચવાલી કરી હતી. દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ પૂર્ણ લોક ડાઉનની શકયતા સમીક્ષકો નકારી રહ્યા હોવા છતાં વકરતી પરિસ્થિતિને લઈ રોકાણકારો, ફંડોએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કરવાનું પસંદ કરતાં ઈન્ડેક્સ બેઝડ આરંભિક ઉછાળો ધોવાઈ જઈ ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોથી ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા બાદ કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી ઉછાળે સતત પ્રોફિટ બુકિંગ જોવાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ અભિગમ અને કોરાના વાયરસના વધતાં કેસોની સ્થિતિ નજર રહેશે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૫૫ અને વધનારની સંખ્યા ૮૨૭ રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૯૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ફરી વધતા ઊભી થયેલી અનિશ્ચિતતાની રિટેલ વેપારમાં વૃદ્ધિ પર વેક્સિનેશન કામગીરીને જોતા ગત વર્ષે લાગુ કરાયેલા લોકડાઉનને પરિણામે ગંભીર અસર પામેલા દેશના રિટેલ ક્ષેત્રનો વેપાર કન્ઝયૂમર ડયૂરેબલ્સની સારી કામગીરીને પરિણામે ફેબ્રુઆરી માસમાં કોરોના પહેલાના સ્તરના ૯૩% પર પહોંચી ગયો છે. રિટેલ ક્ષેત્રમાં મોટાભાગના સેગમેન્ટસમાં સુધારો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીનું રિટેલ વેચાણ ગયા વર્ષના ફેબ્રુઆરીના વેચાણ આંક કરતા ૭% જ નીચું રહ્યું છે.
ફેબ્રુઆરી માસમાં કન્ઝયૂમર ડયૂરેબલ્સના વેપારમાં વાર્ષિક ધોરણે ૧૫% વૃદ્ધિ થઈ છે, જ્યારે ક્વિક સર્વિસ રેસ્ટોરેન્ટસના વેપારમાં ૧૮%નો વધારો જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે લોકડાઉનને કારણે રિટેલ વેપાર ઠપ્પ થઈ જતા સરકારની વેરા મારફતની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને રોજગાર પર પણ તેની ગંભીર અસર પડી હતી, તે જોતાં દેશની આર્થિક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે હાલના તબક્કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો અર્થતંત્ર માટે પ્રતિકૂળ એવા સખત પગલાં લેવાનું ટાળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.