રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૩.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૩૬૩.૯૬ સામે ૫૦૪૩૬.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૭૧૮.૬૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૨.૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૨.૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૮૦૧.૬૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૫૯.૭૦ સામે ૧૪૯૬૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૭૪૧.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૩.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૭૫૬.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં અસાધારણ અફડાતફડીના અંતે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં બેરોજગારીના દરમાં ઘટાડા અને સ્ટીમ્યુલસ બિલને મંજૂરી છતાં યુ.એસ. ફેડરલ રિઝર્વની પોલીસી મીટિંગ પૂર્વે અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં અફડા તફડીના બાદ કડાકો બોલાઈ ગયો હતો. કોરોના સંક્રમણના પડકાર વચ્ચે વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ અને સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી દેશના અનેક રાજયોમાં લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રાજયોના મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી મુલાકાત પૂર્વે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
વૈશ્વિક સ્તર પર અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક સ્તરે દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી આગામી દિવસોમાં ફરી મોટાપાયે લોકાડાઉનની પરિસ્થિતિના સંજોગોમાં ભય સાથે અગામી દિવસોમાં અર્થતંત્ર વધુ ડામાડોળ થવાના સંકેત અને દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના મોદી સરકાર મોટા પડકારો આવી પડવાના એંધાણે ચિંતા વધારી છે જેની અસર શેરબજાર પર જોવાઈ રહી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઇલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી, એનર્જી, યુટિલિટીઝ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૪૮ અને વધનારની સંખ્યા ૮૩૭ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણ ફરી ભારતના વિવિધ રાજયો મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, છત્તિસગઢ સહિતમાં ચિંતાજનક ફેલાવા લાગતાં ભારતીય અર્થતંત્રની પટરી પર આવી રહેલી ગાડી ફરી ઊતરી જવાના ફફડાટ અને વૈશ્વિક મોરચે અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો થતાં વૈશ્વિક બજારોમાં ઘટાડાની સાથે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યો છે. ચાલુ સપ્તાહે પણ ફંડો – દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.
કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છ. આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. ભારતીય શેરબજારમાં લાંબા સમયથી અવિરત તેજી બાદ તેજીનો અતિરેક થઈ રહ્યો છે. કોરોના મહામારીથી ભારતમાં ફરી લોકડાઉનની ભીતિ ઊભી થતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વિકટ બનવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં ઘટાડાની શકયતાને નકારી શકાય નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.