રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૩.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૭૯૨.૦૮ સામે ૫૦૭૭૩.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૭૯૯.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૩૫.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૭.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૩૯૫.૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૦૫૧.૪૦ સામે ૧૫૦૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૭૭૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૭.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૩.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૯૪૭.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
દેશના વિવિધ રાજયોમાં કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારા તેમજ વૈશ્વિક મોરચે મિશ્ર સંકેતો વચ્ચે આજે સપ્તાહના પ્રથમ દિવસે ફોરેન અને લોકલ ફંડો દ્વારા મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ ફરી ઘટાડે ફંડોએ શેરોમાં શોર્ટ કવરિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ પ્રત્યાઘાતી સુધારો નોંધાવ્યો હતો. આ સાથે વૈશ્વિક મોરચે પણ ફરી બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાના પરિણામે વૈશ્વિક બજારોમાં નરમાઈની અસરે ગત સપ્તાહના અંતે પણ ભારતીય શેરબજારોમાં ફંડો વેચવાલ રહ્યા હતા.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ અને એફઆઈઆઈઝ દ્વારા શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલી અવિરત ખરીદીએ સેન્સેક્સ ૫૧૦૦૦ અને નિફટી ૧૫૦૦૦ની સપાટી પાર કરી ગયા બાદ કોવિડ-૧૯ના કેસોમાં દેશભરમાં ફરી થઈ રહેલા ચિંતાજનક વધારાના પરિણામે ભારતના આર્થિક વૃદ્વિ ઘટવાનું જોખમ વધતાં અને જીડીપીમાં ઘટાડાના અંદાજની નેગેટીવ અસરે સાવચેતીમાં આજે ફંડોએ તેજીનો વેપાર હળવો કરતાં ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવાઈ હતી. આ સાથે આગામી માસમાં ચાર રાજયોમાં આવી રહેલી ચૂંટણીઓ પર નજર વચ્ચે આજે ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સાવચેતીમાં સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં પણ ઓફલોડિંગ કર્યું હતું.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, આઇટી, યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, મેટલ, પાવર અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૩૧ અને વધનારની સંખ્યા ૧૨૨૧ રહી હતી, ૨૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રો લૉકડાઉનમાં આવ્યા ત્યારે ક્રુડ તેલના ભાવો નેગેટીવ સ્તરે જતાં કાચા તેલના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ગત વર્ષના નવેમ્બર માસથી વિશ્વના વિવિધ દેશો ખાસ કરીને ચીન તથા ભારતમાં આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ થવા લાગતા ક્રુડ તેલની માગમાં પણ વધારો થયો છે જેને કારણે ભાવ ઊંચકાયા છે. ગત સપ્તાહના પ્રારંભમાં સાઉદી અરેબિયાના ઉત્પાદન એકમો પર હુમલાના અહેવાલે બ્રેન્ટ ક્રુડનો ભાવ ૭૦ ડોલરને પાર કરી ગયાનું જોવા મળ્યું હતું. ઓપેકની આગેવાની હેઠળ ક્રુડ તેલના ઉત્પાદક દેશોએ ઉત્પાદન કાપ ચાલુ રાખવાના લીધેલા નિર્ણયની સાથે સાથે અમેરિકામાં રિફાઇનરી બંધ પડતાં કાચા તેલના ભાવો હજી ઉછળે તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે.
ક્રુડ તેલના એકદમ ઊંચા ભાવ અથવા એકદમ નીચા ભાવ અર્થતંત્ર માટે પ્રતિકૂળ સાબિત થતા હોય છે. વૈશ્વિક સ્તરે કાચા તેલની કુલ વપરાશ પૈકી ભારતનો ચોથો ક્રમ છે. દેશમાં કાચા તેલની ૮૦% જરૂરિયાત આયાતથી પૂર્ણ થાય છે. ક્રુડ તેલના પ્રતિ બેરલ ૮૦ ડોલર સુધીના ભાવ ભારતીય અર્થતંત્ર સાનુકૂળ રહે છે, પરંતુ ત્યારપછી કોઈપણ વધારો ભારતની રાજકોષિય ખાધ ઉપરાંત ઉદ્યોગો માટે પ્રતિકૂળ સાબિત થાય છે. માંગ વધતા ભાવ વધી રહ્યા છે અને માગમાં વધારાનો અર્થ ક્રુડ તેલનો વપરાશ વધી રહ્યો છે. ક્રુડ તેલના વધી રહેલા ભાવ રાજકોષિય તાણમાં વધારો કરતા હોવા છતાં આ વધારો અર્થતંત્ર – ઈક્વિટી બજાર માટે પોઝિટિવ સંકેત આપે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.