(જી.એન.એસ) તા.૧૫
વડોદરા,
મરણની પાકી નોંધ કરી આપવાના બદલામાં 6 હજાર રૂપિયાની લાંચ માંગી હતી વડોદરામાં મરણની કાચી નોંધની પાકી નોંધ કરાવવા માટે લાંચ લેતા મામલતદાર કટેરીના એક કોમ્પ્યુટર ઓપરેટરને ACB એ ઝડપી લીધો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદીએ ઇ–ધરા કેન્દ્ર મામલતદાર કચેરી, ડેસર ખાતે વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા અરજી કરી હતી. જે અરજીમાં કાંચી નોંધને પાકી નોંધમાં ફેરવવા વડોદરા જિલ્લાના ડેસર મામલતદાર કચેરીના ઈ–ધરા કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ આર.પરમારે રૂ.૬૦૦૦ ની માંગણી કરી હતી. જોકે ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે એસીબીએ ઇ–ધરા કેન્દ્ર, જનસેવા કચેરીની સામે આવેલ પુર–નિયંત્રણ ઓફીસમાં જાળ બિછાવી હતી. જેમાં ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂા.૬૦૦૦/- સ્વીકારતા આરોપી રાજેન્દ્રસિંહ પરમાર ઝડપાઈ ગયો હતો.

