રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૩.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૨૭૯.૫૧ સામે ૫૧૬૬૦.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૦૫૩૮.૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૮૩.૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૭.૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૭૯૨.૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૨૦૯.૩૦ સામે ૧૫૩૬૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૯૬૧.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૨.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૦૩૬.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણમાં દેશના વિવિધ રાજયોમાં ચિંતાજનક વધારા સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ પરિસ્થિતિ સુધરવાની આશા – અપેક્ષાઓ વચ્ચે અને અમેરિકામાં કોરોના વેક્સિનેશનને વેગ મળતાં અને સ્ટીમ્યુલસ થકી અમેરિકામાં જીડીપી વૃદ્વિને વેગ મળવાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે આજે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ સતત ત્રણ દિવસની મજબૂતી બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
વૈશ્વિક સ્તર પર અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે સ્થાનિક સ્તરે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, દિલ્હી સહિતમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારાથી પરિસ્થિતિ ફરી અંકુશ બહાર જવા લાગતાં ફરી અનેક ભાગોમાં લોકડાઉન લાગુ થવાના એંધાણ વચ્ચે આજે ફંડોએ શેરોમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કર્યો હતો. આ સાથે વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ગત સપ્તાહમાં તીવ્ર વધારાના પરિણામે સ્થાનિકમાં પેટ્રોલ, ડિઝલના ભાવોમાં થઈ રહેલા વધારાને લઈ મોંઘવારી અસહ્ય બનવાના અને કોરોનાને લઈ આર્થિક વૃદ્વિને ફટકો પડવાન સ્પષ્ટ સંકેતે આજે શેરોમાં ફંડોની ઈન્ડેક્સ બેઝડ ઊંચા મથાળેથી વેચવાલી રહી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૪ અને વધનારની સંખ્યા ૧૩૦૧ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્ષ ૨૦૨૦ના ૧૧મી માર્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને મહામારી તરીકે જાહેર કરી હતી. વિશ્વના મોટાભાગના દેશોની આર્થિક સ્થિતિ ૨૦૨૨ પહેલા કોરોના પૂર્વના સ્તરે જોવા મળવાની શકયતા નહીં હોવાનું મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા એક રિપોર્ટમાં જણાવ્યું હતું. કોવિડ – ૧૯ને કારણે વિશ્વભરના દેશોની ખોરવાઈ ગયેલી આર્થિક સ્થિતિને કારણે ઊભા થયેલા ધિરાણ પડકારો ઘણાં જ ગંભીર છે પરંતુ ધિરાણમાં ઘટાડો ટૂંકા ગાળા પૂરતું જ રહેશે. જે ક્ષેત્રોની સામાન્ય પ્રવૃત્તિઓ મર્યાદાઓથી અસર પામી રહી છે તેમની સામે જોખમો નોંધપાત્ર ઊંચા રહેલા છે. વૈશ્વિક રિકવરી ધીમી અને તબક્કાવાર રહેશે તથા બૃહદ્ આર્થિક આઉટલુક આસપાસ અનિશ્ચિતતા સામાન્ય કરતા ઘણું ઊંચુ રહેશે, એમ મૂડી’સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.
મહામારી હળવી થયા બાદ નીતિવિષયક પગલાં આર્થિક પ્રવૃત્તિ તથા નાણાં બજારોને ટેકો પૂરો પાડવાનું ચાલુ રાખશે એમપણ એજન્સીએ ઉમેર્યું હતું. મહામારી નાબુદ થઈ જવા પછી પણ અનેક દેશોએ વર્ષો સુધી આર્થિક ટેકા પૂરા પાડવાનું ચાલુ રાખવું પડશે. મહામારીની વ્યાપકતા અને ફેલાવો વેકસિનેશનમાં વધારાને કારણે વર્તમાન વર્ષમાં ઘટી જશે અને સરકાર માટે લોકડાઉનના પગલાં હળવા કરવાનું સરળ બનશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.