(જી.એન.એન) તા.૧૨
સુરત,
SMC ની ટીમે ડુપ્લિકેટ ઘી બનાવતી ઈન્ડસ્ટ્રી પર દરોડો પાડ્યો સુરત ગ્રામ્યમાં SMC ની ટીમે ડુપ્લિકેટ ઘી તૈયાર કરતી ફેક્ટરી ઝડપી લીધી છે. પોલીસને માહિતી મળી હતી કે સુરતના ઓલપાડ ખાતે માસમા હની ઈન્ડસ્ટ્રીઝ ખાતે ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવે છે. જેને આધારેSMCના અધિકારીઓએ આ ઠેકાણે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ. 23,84,700 ની કિંમતનો 496 બોક્સ ભરેલો ડુપ્લિકેટ ઘીનો જથ્થો કબજે કર્યો હતો. તે સિવાય રૂ.69,67,800 ની કિંમતનું ડુપ્લિકેટ ઘી બનાવવાનું રો મટિરીયલ, રૂ. 16,59, 800 ની કિંમતની મશીનરી, રૂ.7,55,841 ની કિંમતનું પેકીંગ મટિરીયલ, બે મોબાઈલ વગેરે મળીને કુલ રૂ. 1,17,97,641 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે સુરતના જહાંગીરપુરામાં રહેતા અને આઈ કે એન્ટરપ્રાઈઝના માલિક રાકેશ ઈશ્વરભાઈ ભાટીયા અને ભુપેશ ઈશ્વરભાઈ ભાટીયાની ધરપકડ કરી હતી. બન્ને આરોપીનો ગુનાહિત ભુતકાળ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ વનસ્પતિ તેલને ઘીમાં રૂપાંતરિત કરીને તેમાં વિવિધ પદાર્થો ઉમેરીને પછી તેને “ઘી”ના લેબલ હેઠળ વેચતા હતા. આમ કરવાથી, તેઓ ખાદ્ય ઉત્પાદનોમાં ભેળસેળ કરતા હતા. તેને ગ્રાહકો સમક્ષ ખોટી રીતે રજૂ કરતા હતા અને ખાદ્ય સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરતા હતા. . ભેળસેળના આ કૃત્યથી માત્ર ખરીદારો સાથે છેતરપિંડી થતી નથી, પરંતુ આરોગ્ય માટે સંભવિત જોખમો પણ ઊભા થયા છે. કારણ કે ઉત્પાદન અસલી ઘી સાથે સંકળાયેલા અપેક્ષિત ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતું નથી.આ કેસની વધુ તપાસ ઓલપાડ પોલીસ ચલાવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.