રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૩.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૦૯૯.૯૯ સામે ૪૯૭૪૭.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૪૪૦.૪૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૭.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૯.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૮૪૯.૮૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૭૮.૪૫ સામે ૧૪૭૦૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૫૮.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૦.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૧.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૧૯.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ગત સપ્તાહના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. લાંબા સમયથી અવિરત વિક્રમી તેજી કરનારા ફોરેન ફંડોએ ભારતમાં ફરી કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ઓલ રાઉન્ડ તેજીનો વેપાર હળવો કરવા લાગતા ગત સપ્તાહે અફડા તફડી સાથે ભારે વેચવાલી મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી અનેક નેગેટીવ પરિબળોને અવગણીને શેરોમાં અવિરત વિક્રમી તેજી બાદ મહારાષ્ટ્ર, કેરળ, છતિસગઢ, પંજાબ સહિતના રાજયોમાં કેસો વધવા લાગતાં અને કોરોનાના કેસોમાં વધારો થવાની બતાવાતી શકયતા વચ્ચે ફરી દેશમાં અનેક રાજયોમાં લોકડાઉનની ફરજ પડવાના સંકેતોએ આર્થિક ગતિવિધીને મોટો ફટકો પડવાના એંધાણ વચ્ચે આજે નીચી સપાટીએથી ફંડોની નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
ભારતનું અર્થતંત્ર કોવિડની મહામારી પહેલા ધીમુ પડી ગયું હતું તેમા ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે. ભારતની જીડીપી જુલાઈ – સપ્ટેમ્બરના ત્રીમાસીક ગાળા દરમિયાન તે ૭.૫% ઘટી હતી જે ઓક્ટોબર – ડિસેમ્બર ૨૦૨૦ના ત્રીમાસીક ગાળા દરમિયાન ૦.૪%નો ઉછાળો જોવા મળ્યો છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૦-૨૦૨૧ના સમસ્ત ફાયનાન્સીયલ વર્ષ દરમિયાન જીડીપી નવથી દસ ટકાની વચ્ચે ઘટી શકે છે. પરંતુ તે પછી સ્થિતિ સુધરશે. મારા અંગત મત મુજબ સમગ્ર વિશ્વના દેશો કોરોના વેક્સિન પ્રોગ્રામમાં આગળ વધી રહ્યા છે. સંક્રમણના નવા તબક્કામાં રસી કારગત નીવડશે કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન છે. આમ, રસીના મુદ્દે આગામી સમયમાં થનાર ગતિવિધીની પણ ઇક્વિટી બજાર પર અસર જોવા મળશે.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૧ અને વધનારની સંખ્યા ૧૯૪૮ રહી હતી, ૧૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વને હચમચાવી મૂકનારા કોરોના વાઈરસના હજુ પણ વૈશ્વિક સ્તરે સંક્રમણ અને ભારતમાં પણ નવા વેવમાં સ્થિતિ નાજુક હોવા સાથે કોરોના મહામારીના અંત માટે બીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. આ સાથે કેન્દ્રિય બજેટના પ્રોત્સાહનોથી આગામી દિવસોમાં દેશના અર્થતંત્રમાં સુધારો જોવાશે, પરંતુ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે કોરોનાના કેસનું સંકટ હજી યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં અત્યારે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ જોવાઈ રહી છે ત્યારે હજુ આ વિક્રમી તેજીની દોટમાં આ સપ્તાહે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની પૂરી શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
આ સાથે કોરોનાના કેસો ફરી વધવા લાગતાં અત્યાર સુધી શોધાયેલી વેક્સિનમાં વધુ ડેવલપમેન્ટ અનિવાર્ય હોવાના અને વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે વેક્સિનેશનના ડેવલપમેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.