રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૨.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૮૮૯.૭૬ સામે ૫૦૯૧૦.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૬૧૭.૩૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૬૮.૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૪૫.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૭૪૪.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૮૭.૦૦ સામે ૧૪૯૮૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૬૩૯.૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૩.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪૪.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૬૪૨.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ફંડોએ મોટાપાયે સાર્વત્રિક વેચવાલી કરી હતી. દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી દેશના અનેક રાજયોમાં લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે આજે ફંડોએ ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યું હતું. મહારાષ્ટ્ર, કેરળમાં કોરોના નવા સ્વરૂપમાં ફેલાતા મહારાષ્ટ્ર સરકારે કેટલાક શહેરોમાં લોકડાઉન સાથે કડક અંકુશના પગલાં લેવાની ફરજ પડતા અને પેટ્રોલ, ડિઝલના સતત વધી રહેલા ભાવોને લઈ ઓટોમોબાઈલ ઉદ્યોગને આગામી સમયમાં મોટો ફટકો પડવાનું સ્પષ્ટ હોઈ ફંડોએ આજે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી કરી હતી.
કોરોના સંક્રમણ ફરી દેશના વિવિધ રાજયોમાં વધવા લાગતાં સરકારે ફરી લોકડાઉનના સંકેત આપતાં અને એના પરિણામે આર્થિક ગતિવિધિ પર અસર પડવાના અને આર્થિક વિકાસને ફરી ફટકો પડવાની ભીતિએ ફંડોએ આજે સાવચેતીમાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આજે ફંડોની સતત નફારૂપી વેચવાલીએ આજે બીએસઇ સેન્સેકસ ૫૦ હજાર પોઈન્ટની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારમાં સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં ઘટાડો મળ્યો છે. લોકડાઉનની ભીતિ તેમજ બ્લુચીપ શેરોમાં વેચવાલીનું દબાણ રહેતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું અને માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝિક મટિરિયલ્સ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૭ અને વધનારની સંખ્યા ૧૦૪૦ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી નાણાકીય વર્ષમાં ભારતનાં આર્થિક વૃધ્ધી દરમાં ઉછાળાનું અનુમાન સાથે બજેટ બાદ ભારતીય શેરબજારમાં સતત તેજી બાદ નફારૂપી જોવા મળી રહી છે. FPIએ ફેબ્રુઆરી માસમાં ભારતીય બજારોમાં અંદાજીત રૂ.૨૪,૯૬૫ કરોડ રૂપિયાનું મુડીરોકાણ કર્યું છે. શેરબજારનાં FPIએ ઇક્વિટીમાં અંદાજીત રૂ.૨૪,૨૦૪ કરોડ અને ડેબ્ટમાં અંદાજીત રૂ.૭૬૦ કરોડનું રોકાણ કર્યું છે. FPIએ ગત જાન્યુઆરીમાં પણ અંદાજીત રૂ.૧૪,૬૪૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
આગામી દિવસોમાં ફેબ્રુઆરી માસની ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ સિરીઝનો અંત નજીક હોવાથી બજારમાં ભારે અફડાતફડીનો માહોલ સાથે બજારમાં ઘટાડો આગળ ધપ્યો હતો. લાંબા સમયથી ભારતીય શેરબજારમાં FPIની ઐતિહાસિક અવિરત ખરીદી બાદ હવે તેજીનો અતિરેક થઈ રહ્યો છે, ત્યારે કોરોના મહામારી નવા સ્વરૂપમાં વિશ્વમાં ઝડપી ફેલાઈ રહ્યાના અને ખાસ ભારતના રાજયો મહારાષ્ટ્ર, કેરળમાં નવા સ્વરૂપે ફરી લોકડાઉનની પરિસ્થિતિએ આગામી દિવસોમાં વિકટ બનવાના સંજોગોમાં ભારતીય શેરબજારોમાં ઘટાડાની શકયતાને નકારી નહીં શકાય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.