રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૨.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૧૦૪.૧૭ સામે ૫૧૯૯૬.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૫૮૬.૩૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૧.૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦૦.૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૭૦૩.૮૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૩૩૦.૨૫ સામે ૧૫૨૭૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૧૬૫.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૮.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૯.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૧૯૦.૫૫ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કેન્દ્રિય બજેટમાં કરાયેલી અનેક જોગવાઈઓ દેશના અર્થતંત્રને ફરી પટરી પર લાવવાની દિશામાં અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીને સુધારવામાં મદદરૂપ કરવામાં આવ્યાની પોઝિટીવ અસરે ફોરેન ફંડોએ રોજબરોજ શેરોમાં અવિરત ખરીદી ચાલુ રાખીને ઐતિહાસિક તેજી સાથે સેન્સેક્સ, નિફટીને ફ્યુચરને દરરોજ નવા શિખરે મૂકવાનું ચાલુ રાખ્યા બાદ ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. કેન્દ્રિય બજેટથી શરૂ થયો તેજીનો નવો દોર પૂરો થતો જોવા મળી રહ્યો છે. સતત જબરદસ્ત તેજી બાદ ફંડો, રોકાણકારોની શરૂ થયેલી નફારૂપી વેચવાલીના કારણે તેજી અટકી હતી અને ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડી બાદ ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં આર્થિક સુધારાને આગળ વધારવાના પગલાં જાહેર કર્યા બાદ દેશની ચાર પીએસયુ બેંકો બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું ખાનગીકરણ કરવાના સંકેત અને દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં કોરોના સંક્રમણની સ્થિતિ ફરી કથળવા લાગી હોવાના અને આ મામલે આગામી દિવસોમાં વધુ કથળવાના સંજોગોમાં ફરી લોકડાઉન સહિતના પગલાંના સંકેતો આપતાં સાવચેતીએ આજે સપ્તાહના ત્રીજા દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ઈન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૮ અને વધનારની સંખ્યા ૧૫૧૩ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં એફઆઈઆઈની જંગી ખરીદીને પગલે સેન્સેકસ અને નિફ્ટી ફ્યુચરે ઐતિહાસિક ટોચ બનાવી છે. વેક્સિનેશન પ્રોગ્રામમાં મળેલી સફળતાને કારણે પણ બજાર સતત વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની પૂરી શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ ત્રસ્ત છે ત્યારે ઘણાં દેશોના અર્થતંત્ર સંકટમાં છે. વિશ્વભરમાં કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ વેગ પકડી રહ્યો છે, પણ આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે જ્યારે આગામી દિવસોમાં કંપનીઓની આવક અને અર્થતંત્રમાં સુધારા માટે સરકારના પગલા અને નાણાંનીતિ મહત્ત્વની ભૂમિકા ભજવશે. ઉપરાંત કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પર નજર સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ પ્રવાહ પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.