રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૧.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૯૨.૧૨ સામે ૫૦૦૯૬.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૩૯૮.૮૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૫.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૭.૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૬૨૪.૭૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૪૫.૧૫ સામે ૧૪૭૧૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૫૦૮.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૭.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૬૩૯.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે અમેરિકામાં જો બિડેનની પ્રમુખપદની શપથ બાદ વધુ સ્ટીમ્યુલસ પેકેજની આશા અને સ્થાનિક સ્તર પર કંપનીઓના પ્રોત્સાહક પરિણામો પાછળ પણ બજારમાં સતત ખરીદી જોવા મળી હતી. અમેરિકાના પ્રમુખ જો બિડેને ટ્રેઝરી સેક્રેટરી દ્વારા મંદી ટાળવા માટે વધુ સ્ટીમ્યુલસની જરૂરિયાત હોવાનું કહેતા ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય બાદ અમેરિકી શેરબજારમાં તેજી સાથે આજે ભારતીય શેરબજારમાં બીએસઇ સેન્સેક્સ ૫૦,૦૦૦ હજારની સપાટી પાર કરી ૫૦૧૮૪ પોઈન્ટની ઐતિહાસિક સપાટી સર કરી હતી. જોકે સળંગ લાંબી તેજી બાદ હવે કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે બજેટ પૂર્વે સાવચેતીએ ટ્રેડિંગ સેસનના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં એકંદર અપેક્ષાથી સારા પરિણામોથી શરૂઆત સાથે હવે કેન્દ્રિય બજેટની તૈયારીએ ઉદ્યોગોની અપેક્ષાઓ અને નાણા પ્રધાનના આ વખતે ઐતિહાસિક બજેટ રજૂ કરવાના આગોતરા સંકેતે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. અંદાજીત સાડા છ વર્ષના સમયગાળામાં સેન્સેક્સે ૨૫ હજારથી ૫૦ હજાર સુધીનો સફર પૂરી કરી છે.
આજે ઈન્ડેક્સ હેવીવેઈટ્સ બજાજ ફાઈનાન્સ ૨.૭૨%, બજાજ ઓટો ૨.૭૧% અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૨.%થી વધુ ની તેજી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ઈન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૧૨ અને વધનારની સંખ્યા ૧૧૦૮ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર ઓવરબોટ ઝોનમાં ખાસ્સા સમયથી છે પરંતુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે જેને કારણે બજારમાં તેજી જળવાઈ રહી છે. બજારની આગામી તેજીનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે. એફઆઈઆઈની સતત ખરીદી જાન્યુઆરી માસમાં પણ આગળ વધી રહી છે. ત્યારે આગામી દિવસોમાં તેમની ખરીદી ચાલુ રહે છે કે કેન્દ્રિય બજેટ પૂર્વે વિદેશી સંસ્થાઓ નફો બુક કરશે કે ખરીદી નો માહોલ યથાવત રાખશે તેનાં ઉપર ભારતીય શેરબજારનો આધાર રહેશે. જેથી હવે બજેટની તૈયારી વચ્ચે શેરોમાં થઈ રહેલા તેજીના આ અતિરેકમાં સાવચેતી જરૂરી બની રહેશે.
કોરોના મહામારીથી હજુ વિશ્વ ત્રસ્ત છે ત્યારે યુરોપના દેશો સહિતમાં નવા સંક્રમણને લઈ થઈ રહેલી ચિંતા સામે કોરોના વેક્સિનના ડેવલપમેન્ટમાં સારી પ્રગતિ બાદ હવે વિશ્વભરમાં વેક્સિનેશન પ્રોગ્રામ ઝડપી અમલી બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતમાં શરૂ થયેલા આ વેક્સિનેશન પ્રોગ્રામની સાથે સાથે હવે કેન્દ્ર સરકારનું ફોક્સ આર્થિક વિકાસને પટરી પર લાવવા પર થવા લાગી કેન્દ્રિય બજેટની તૈયારી પર છે. આ વખતે બજેટમાં મોટી અપેક્ષા વચ્ચે શકય છે કે અનેક પ્રોત્સાહનોની અનિશ્ચિતતા સાથે બજેટ રજૂ કરવામાં આવી શકે છે, પરંતુ તેજીના સતત નવા વિક્રમો સર્જતા રહેનાર ભારતીય શેરબજારમાં તેજીને વિરામ આપવાની સાથે બજારની તંદુરસ્તી માટે જરૂરી કરેકશનની શક્યતા નકારી ના શકાય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.