અમેરિકાના પ્રમુખપદે જો બિડેનના ગઇકાલના શપથગ્રહણ બાદ જંગી સ્ટીમ્યુલસની અપેક્ષાએ અમેરિકા સહિતના વૈશ્વિક બજારોમાં આગેકૂચ સાથે તેજીવાળાઓની મજબૂત પકડને પગલે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી. સેન્સેક્સ ૩૩૪.૬૧ પોઈન્ટ વધીને ૫૦,૧૨૬.૭૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચર ૯૪.૮૫ પોઈન્ટ ઉછળીને ૧૪,૭૪૦.૦૦ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ નોંધાવી હતી.
કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે અને કોરોના વેક્સિનના ડેવલપમેન્ટ બાદ હવે વિશ્વભરમાં વેગ પકડતાં વેક્સિનેશન પ્રોગ્રામની પોઝિટીવ અસરે ભારતીય શેરબજારોમાં ફંડોએ સતત મોટી તેજી કરી સેન્સેક્સે ૫૦,૦૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી.
કેન્દ્રિય બજેટમાં વિવિધ ઉદ્યોગોને પ્રોત્સાહનો – રાહતો જાહેર થવાના મળી રહેલા સંકેતો વચ્ચે ફોરેન ફંડોએ આજે સીડીજીએસ, એનર્જી, ઈન્ડસ્ટ્રીયલ, ઓટો અને કેપિટલ ગુડઝ શેરોમાં મોટી તેજી કરી હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આક્રમક તેજીની આગેવાની સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તેજી કરીને બીએસઇ સેન્સેક્સ આજે નવી વિક્રમી ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો હતો.
વિદેશી સંસ્થાકીય લેવાલી અવિરતપણે વધી રહી છે ત્યારે ભારતીય રોકાણકારો હજુ તેજી નાં આ ઉછાળા ને પચાવી શકવા અસમર્થ છે.. અને બજારને ઓવરબોટ સ્થિતિમાં જોઈ રહ્યાં છે… મિત્રો.. વાત સાચી છે પરંતુ વિદેશી રોકાણ દરેક ફન્ડામેન્ટલ અને વૈશ્વિક સ્તરે દરેક દેશો સાથે સરખામણી માં ભારતીય શેરબજારને પ્રાધાન્ય આપી રહ્યું છે તે હકીકત નિર્વિવાદ છે… હજુ પણ ફન્ડામેન્ટલ PSU સેક્ટરમાં ઉછાળાની શક્યતા છે.. જેને ધ્યાને રાખી તબક્કાવાર રોકાણલક્ષી પોર્ટફોલિયો બનાવી શકાય તેમ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.