રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૧.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૩૯૮.૨૯ સામે ૪૯૫૦૮.૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૩૭૩.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૦.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૩.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૭૯૨.૧૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૭૦.૦૦ સામે ૧૪૫૮૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૫૨૪.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૬.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૩.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૩૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો પાછળ સપ્તાહના ત્રીજા દિવસે ગેપ-અપ ઓપનિંગ બાદ ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે શેરોમાં થોડું ઓફલોડિંગ કરીને સેન્સેક્સમાં અંદાજીત ૧૦૦૦ પોઈન્ટનું કરેકશન આપ્યા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની એકાએક શેરોમાં ઓલ રાઉન્ડ તોફાની તેજી કરીને આજે બીએસઇ સેન્સેક્સે ૪૯૮૭૪ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૪૬૭૦ પોઈન્ટની વધુ એક નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. વિશ્વને હચમચાવનારા કોરોના વાઈરસ સામે લડવા વેક્સિનેશન પ્રોગ્રામમાં એક તરફ સફળતા મળી રહી છે, ત્યારે બીજી તરફ કોરોના વાઈરસના નવા સ્વરૂપના યુ.કે.સહિતના દેશોમાં ચિંતાનજક પરિસ્થિતિ સાથે ભારતમાં પણ કેસો વધી રહ્યાની ચિંતા છે છતાં ફોરેન ફંડો દ્વારા ભારતમાં આગામી દિવસોમાં વધુ સ્ટીમ્યુલસ પગલાંની અપેક્ષા અને કેન્દ્રિય બજેટમાં મોટી રાહતોની અપેક્ષાએ શેરોમાં ખરીદી ચાલુ રાખીને વિક્રમી તેજીને આગળ વધારી હતી.
વૈશ્વિક સ્તર પર કોરોના વાઈરસના સંક્રમણમાં ચિંતાજનક વધારા સામે કોરોનાની વેક્સિનેશનના પ્રોગ્રામ વચ્ચે વૈશ્વિક બજારોમાં બે તરફી અફડાતફડીની પરિસ્થિતિ સામે ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈ દ્વારા સતત થઈ રહેલા રોકાણ પ્રવાહથી સેન્સેક્સ – નિફટી ફ્યુચર સતત નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી રહ્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ડિસેમ્બર માસમાં સતત ત્રીજા મહિને ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાં જંગી રોકાણ થતાં અને જાન્યુઆરી માસમાં પણ આગામી કેન્દ્રિય બજેટની તડામાર તૈયારી વચ્ચે આ વખતે ઉદ્યોગ જગતને પ્રોત્સાહનોની અપેક્ષા વચ્ચે ફોરેન ફંડોની સતત ખરીદી ચાલુ રહેતા માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું હતું.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, ટેલિકોમ અને યુટિલિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૩ અને વધનારની સંખ્યા ૧૫૪૧ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ ચાલુ રહી છે. એફઆઈઆઈની જંગી ખરીદીને પગલે સેન્સેકસ અને નિફ્ટી ફ્યુચરે ઐતિહાસિક ટોચ બનાવી છે. નીચા વ્યાજ દર ઉપરાંત ક્રૂડના ભાવમાં ઘટાડાના કારણે ભારતનું ઈમ્પોર્ટ બિલ ઘટયું છે જે અર્થતંત્ર માટે આશીર્વાદ સમાન છે. સારા ચોમાસાને કારણે બમ્પર કૃષિ ઉત્પાદનની પણ આશા છે અને તેના કારણે રોકાણકારોનો સેન્ટિમેન્ટ સુધર્યો છે. ભારત સરકારે પણ રૂપિયા ૨૦ લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે અને ભારતીય કંપનીઓને વૈશ્વિક સ્તરે નામના મળે તે માટે આહવાન કર્યું છે. તેથી ભારતના સ્થાનિક ઉત્પાદનોને વેગ મળશે અને બજાર આ બાબતને ઘણી મહત્વની માને છે તેથી ભારતીય ઇક્વિટી બજારમાં સતત નવું રોકાણ આવી રહ્યું છે. ઉપરાંત વેક્સિનેશન પ્રોગ્રામમાં મળેલી સફળતાને કારણે બજાર સતત વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની પૂરી શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
કોરોનાની મહામારીની અસર વચ્ચે આવતા મહિને કેન્દ્ર દ્વારા રજુ થનારા નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં દેશનો ઉદ્યોગજગત અનેક અપેક્ષા રાખી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ પ્રવાહ પર નજર સાથે વૈશ્વિક મોરચે કોરોનાના નવા સ્વરૂપ અને તેની અસર પર નજર સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પર નજર રહેશે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે બ્રેક્ઝિટ ડિલની આસપાસ થઈ રહેલા ડેવલપમેન્ટસ સાથે સ્થાનિક સ્તરે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.