રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૧.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૦૩૪.૬૭ સામે ૪૯૦૬૧.૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૪૦૩.૯૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૮.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૦.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૫૬૪.૨૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૪૫૮.૫૦ સામે ૧૪૪૫૮.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૫૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૮.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૬.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૨૫૧.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે અમેરિકાના નવા નિયુક્ત થયેલા પ્રેસિડેન્ટ જો બિડેને અંદાજીત ૧.૯ લાખ કરોડ ડોલરનું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યા સાથે ત્યાં ટેક્સમાં વધારો થવાની અને વ્યાજના દર વધવાની સંભાવના વ્યક્ત થવા લગતા વૈશ્વિક બજારોમાં પ્રોફિટ બુકિંગ સાથે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ભારતીય શેરબજારનું માર્કેટ કેપ જીડીપીના ૧૦૦%ને પાર કરી ગયું હોવાના અહેવાલો વચ્ચે વેલ્યૂએશન્સ ખાસ્સા વધી ગયા હોવાની ચર્ચા વધી જતા ગત સપ્તાહના અંતે નોંધપાત્ર કરેક્શન બાદ આજે દરેક ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
કેલેન્ડર વર્ષ ૨૦૨૧ની સાથે કોરોના મહામારીના અંત માટે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. આ સાથે દેશની ઇકોનોમીમાં ફરીથી સુધારો જોવાશે, પરંતુ વૈશ્વિક સ્તરે કોરોનાના કેસનું સંકટ હજી યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં અત્યારે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ જોવાઈ રહી છે ત્યારે હજુ આ વિક્રમી તેજીની દોટમાં શેરોમાં ઉછાળે ખરીદીમાં સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે. કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન સાથે કોરોના મહામારીના દોરમાં વેક્સિનેશન પ્રોગ્રામમાં સારી પ્રગતિ સાથે ઝડપી આગળ વધવાના સંકેતે સામે નબળા વૈશ્વિક સંકેત અને બજાર મૂલ્ય ઊંચું હોવાને કારણે ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૯૦ અને વધનારની સંખ્યા ૯૩૮ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૩૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે ઘણાં દેશોના અર્થતંત્ર સંકટમાં છે. આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે, ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. આ પડકારો વચ્ચે ભારત સરકાર દ્વારા અનેક રાહતો-પ્રોત્સાહનોના પગલાં હાલ લેવાઈ રહ્યા છે. જેમાં હવે આગામી દિવસોમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર વિશ્વની નજર છે.
હવે આગામી દિવસોમાં કંપનીઓના ડિસેમ્બર અંતના ત્રિમાસિકના નાણાકીય પરિણામોની સીઝનમાં આઈટી કંપનીઓના પરિણામો ઈન્ફોસીસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજીના સારા જાહેર થવા છતાં ઓવરબોટ બજારમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ જોવાયું છે. એચડીએફસી બેન્કના રિઝલ્ટ પણ એકંદર સારા જાહેર થયા છે. કોરોના મહામારી સાથે હવે આગામી કંપનીઓના ડિસેમ્બરના અંતના પરિણામો કેવા નીવડશે, એના પર ચાલુ નાણાકીય વર્ષની કંપનીઓની કામગીરીના અંદાજ મળશે, ત્યારે હવે આગામી દિવસોમાં આવતી કાલે ૧૯,જાન્યુઆરી ૨૦૨૧ના જાહેર થનારા એલેમ્બિક ફાર્મા, સીયેટ લિ. અને ટાટા કમ્યુનિકેશન અને ૨૦,જાન્યુઆરી ૨૦૨૧ના રોજ એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ લિમિટેડ અને એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સના જાહેર થનારા રિઝલ્ટ પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.