રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૧.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૪૯૨.૩૨ સામે ૪૯૪૩૨.૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૧૮૨.૩૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૧.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૧.૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૫૮૪.૧૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૦૬.૧૫ સામે ૧૪૫૮૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૫૦૪.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૯.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૩૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતમાં આર્થિક વિકાસ આગામી દિવસોમાં ઝડપી વધવાની આશાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો સતત નવી ખરીદી કરતાં રહી આજે થોડું કરેકશન આપીને ફરી સેન્સેક્સ-નિફટીને નવી ઐતિહાસિક ઊંચાઈની નજીક મૂકી દીધા હતા. કોરોનાની સ્વદેશી વેક્સિનના પોઝિટિવ અહેવાલ અને તેની તૈયારીઓ વચ્ચે શેરબજારમાં વિદેશી રોકાણકારોનું રોકાણ સતત વધી રહ્યું સાથે સતત તેજી જોવા મળી રહી છે. મોદી સરકાર દ્વારા આગામી કેન્દ્રિય બજેટ છેલ્લા ૧૦૦ વર્ષમાં નહીં જોયું હોય એવું રજૂ કરવાના નાણા પ્રધાન નિર્મલા સીતારામનના અગાઉના નિવેદનને ગંભીરતાથી લઈને ફોરેન ફંડોની સાથે દેશના મહારથી ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં સતત ખરીદી ચાલુ રહી છે. આ બજેટમાં વધુ સ્ટીમ્યુલસ જાહેર થવાની અને સ્થાનિક ઉદ્યોગોને માટે અનેક પ્રોત્સાહનો રજૂ થવાની બજારની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ જોવા મળી હતી.
વૈશ્વિક બજારોના સકારાત્મક વલણો અને વિદેશી ભંડોળના આગમનથી ભારતીય શેરબજારમાં રોનક જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા મોટાપાયે ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતોને પગલે બીએસઇ સેન્સેક્સે ૪૯૭૯૫ પોઈન્ટની અને નિફ્ટીફ્યુચરે ૧૪૬૬૦ પોઈન્ટની વધુ એક વિક્રમજનક સપાટી નોંધાવી હતી. મહામારી વચ્ચે અર્થતંત્રમાં વી શેપની વૃધ્ધિ જોવા મળી છે. જો કે, આમ છતાંય એવા કેટલાય ક્ષેત્રો છે જેના પર મહામારીની પ્રતિકૂળતા છવાયેલી છે. જોકે મહામારીના કારણે ભારતીય અર્થતંત્રમાં વૃધ્ધિની અનિશ્ચિતતા કાયમ છે. વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય અર્થતંત્રની વૃધ્ધિના મુકાયેલા અંદાજમાં સુધારો કરાયો છે. આગામી બજેટમાં અગાઉ ક્યારેય જોવાઇ નહી હોય તેવી જોગવાઈઓને રજૂ કરાઈને અર્થતંત્રને વેગ આપવાના પગલાં ધરવામાં આવશે.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, ફાઈનાન્સ, આઈટી, બેન્કેક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૮૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૯ અને વધનારની સંખ્યા ૧૫૦૧ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૭૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, બજેટ રજૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મહામારીની પ્રતિકૂળતા વચ્ચે આ વખતનું બજેટ સરકાર માટે એક પડકાર સમાન બાબત પૂરવાર થશે. ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે, પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ નબળી પડવાની શકયતાએ હજુ શેરોમાં ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.
ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ના અંતિમ ત્રિમાસિકના જીડીપીમાં સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે. આને કારણે વિવિધ રેટિંગ અજન્સી સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા કેસને કારણે વધેલી ચિંતાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા છે. તે સાથે બજાર ઐતિહાસિક ટોચ પર હોવાથી પ્રોફિટ બુકિંગની પણ સંભાવના જોવાઈ રહી છે ત્યારે એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.