રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૧.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૨૬૯.૩૨ સામે ૪૯૨૨૮.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૦૭૯.૫૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૯.૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૭.૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૫૧૭.૧૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૪૮૯.૨૫ સામે ૧૪૪૭૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૫૪.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૯.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૦.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૫૯૯.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેવટે પોતાની હાર સ્વીકારી લઈ નવી સરકારને સત્તાના સુત્રો સોંપી દેતા અમેરિકન શેરબજારોમાં આવેલી અફડાતફડી બાદ આજે નબળા વૈશ્વિક સંકેતોને પગલે સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં સ્થાનિક શેરબજારમાં ખૂલતાની સાથે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલી વચ્ચે ૧લી ફેબ્રુઆરીના રોજ જાહેર થનારા કેન્દ્રિય બજેટની જાહેરાત પૂર્વે વર્તમાન નાણાકીયવર્ષ માટે દેશના જીડીપી તથા રાજકોષિય ખાધના બન્ને પ્રાથમિક અંદાજો બજારની અપેક્ષા પ્રમાણે આવતા ભારતીય શેરબજારે આજે ફરી નવી રેકોર્ડ ઊંચાઈ નોંધાવી હતી.
યુરોપમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી હોવાથી તેની ચિંતા હાવિ થતા વૈશ્વિક બજારોમાં નવા સપ્તાહનો આરંભ નરમ સાથે વૈશ્વિક ક્રૂડ ઓઈલ માર્કેટમાં પણ નરમાઈ જોવા મળી હતી. સ્થાનિક સ્તરે ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામોની મોસમ શરૂ થઈ જતાં અને કંપનીના પરિણામો સારા જાહેર થવાની અપેક્ષાએ આજે એનર્જી ટેલિકોમ અને રિયલ્ટી શેરોમાં સતત ખરીદીએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ઉપરાંત ઓટો સેક્ટરના ડિસેમ્બરના વેચાણના આંકડા સારા આવતા બજારને તેજી માટે વધુ એક કારણ મળ્યું હતું.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં સીડીજીએસ, એફએમસીજી, હેલ્થકેર, આઇટી, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૫ અને વધનારની સંખ્યા ૧૬૬૪ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારીનો અંત લાવવા વિશ્વભરમાં વેક્સિનના ડેવલપમેન્ટ માટે થઈ રહેલા અથાગ પ્રયાસોને સફળતા મળી રહ્યાના અહેવાલે આ મહામારીનો અંત નજીક આવવાની આશાએ વૈશ્વિક અર્થતંત્ર પણ ફરી રિકવરીના પંથે પડવાના અંદાજો પાછળ વૈશ્વિક બજારોમાં તેજી જોવાઈ રહી છે, પરંતુ હાલ કોરોના મહામારીના નવા કેસો સામે આવી રહ્યા સાથે હજુ વેક્સિનના પરિણામ અનિશ્ચિતતા કાયમ છે. આ સંજોગોમાં વેક્સિનેશન માટે વિવિધ દેશોમાં ડિસ્ટ્રીબ્યુશન સહિતના નેટવર્કને તૈયાર કરવા તડામાર તૈયારીઓ થઈ રહ્યાના અહેવાલોએ આ મહામારીનો અંત નજીક આવવાના ઊભા કરેલા ચિત્રએ ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીની દોટ કાયમ રાખી છે, પરંતુ આ તેજીના તોફાનને અનુસરવામાં સાવચેતી જરૂરી બની રહેશે.
કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થઈ ગઈ છે અને ગત સપ્તાહે આઈટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ દ્વારા અપેક્ષાથી સાધારણ પરિણામ જાહેર કર્યા છતાં ગત ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીનું તોફાન આગળ વધારતાં રહીને ટૂંકાગાળાના કરેકશન બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વૈશ્વિક અને સ્થાનિક સ્તરે નેગેટીવ પરિબળો છતાં સતત ખરીદી ચાલુ રહી છે. વૈશ્વિક મોરચે કોરોનાના નવા સ્વરૂપને લઈ વધતી ચિંતા વચ્ચે કેસોની સંખ્યા પર નજર રહેશે. આ સાથે ચાઈના અને અમેરિકાના ડિસેમ્બર મહિનાના ફુગાવાના જાહેર થનારા આંક પર નજર રહેશે. ઉપરાંત અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં અફડાતફડી અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.