Home વ્યાપાર જગત - BUSINESS નિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

નિફટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

8
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૨.૨૦૨૪ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૦૪૧ સામે ૭૮૪૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૮૧૮૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૫૪૦ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૩૬૨૫ સામે ૨૩૭૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૬૬૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૭૬૯ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

શેરબજારમાં વર્ષના અંતિમ સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. ગયા અઠવાડિયે શેરબજારમાં સતત ઘટાડા પછી, સોમવારે ના રોજ થોડી તેજી જોવા મળી રહી છે. એશિયન શેરોમાં વધારો થયો હતો.ગયા અઠવાડિયે બજારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટીએ માત્ર પાંચ ટ્રેડિંગ સેશનમાં ૧૧૦૦થી વધુ પોઈન્ટ ઘટાળો થયો હતો.જયારે સેન્સેક્સમાં ૪૦૦૦થી વધુ પોઈન્ટના ઘટાળા બાદ આજે શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૮૦૦ થી વધુ પોઈન્ટ ઉછળ્યો હતો.નિફ્ટી પણ તેની ૨૩૯૦૦ની ટેક્નિકલ સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો.ભારતીય શેરબજારમાં આજે બેન્કિંગ અને મેટલ શેર્સમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ માર્કેટ બ્રેડ્થ હજી સાવેચતીની રહી છે. વૈશ્વિક પડકારો વચ્ચે માર્કેટમાં વોલેટિલિટી વધુ છે. નિફ્ટી વોલેટિલિટી ઈન્ડેક્સ આજે ૯% તૂટી ૧૩.૭૮પર ટ્રેડ થઈ રહ્યો હતો.

સેન્સેક્સ ૪૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૫૪૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૭૬૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૩૦૩ પોઈન્ટના સ્તરે બંધ થયો.અમેરિકામાં નવા વર્ષમાં વ્યાજ દર કાપ ધીમો પડવાના સંકેત, વિદેશી ફંડ મેનેજરોની નાતાલ પૂર્વે સતત વેચવાલી સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળો પાછળ શેરબજારમાં ચાલુ સપ્તાહના પાંચ ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સમાં ૪૦૯૧ પોઈન્ટનો કડાકો બોલી જતાં રોકાણકારોની સંપત્તિમાં પણ આ સમય દરમિયાન રૂ. ૧૮ લાખ કરોડનું જંગી ધોવાણ થયું છે.

 આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,લાર્સેન,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,એસીસી,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,સન ફાર્મા,એચડીએફસી બેન્ક,વોલ્ટાસ,હવેલ્લ્સ ઇન્ડિયા,ભારતી ઐરટેલ,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,ઓરબિંદો ફાર્મા,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,અદાણી એન્ટર.,મુથૂટ ફાઈનાન્સ,ટાટા કોમ્યુનિકેશન,બાટા ઇન્ડિયા,ટાટા મોટર્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૫૨ અને વધનારની સંખ્યા ૧૬૩૬ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, નાતાલ પૂર્વે અને ખાસ વિદેશી ફંડ મેનેજરો ક્રિસમસ વેકેશન પર જતાં પૂર્વે આજે વૈશ્વિક બજારોમાં દરેક એસેટ ક્લાસમાં અણધાર્યો કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક શેર બજારો, બિટકોઈન, સોના-ચાંદી સહિતમાં ધબડકા સાથે આજે અનેક લોકોની સમજ બહાર ભારતીય શેર બજારોમાં મોટી મંદીની શરૂઆત થઈ હોઈ એમ સેન્સેક્સ, નિફટીએ દરેક સપોર્ટ લેવલ ગુમાવતા જોવાયા હતા.

વર્ષ ૨૦૨૪નો અંત વિશ્વ બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અણધારી મોટી ઉથલપાથલનો નીવડી રહ્યો છે. ડિસેમ્બરના અંતે તેજીની અપેક્ષાથી વિપરીત ગત અઠવાડિયામાં જે પ્રકારે શેરોમાં કડાકા બોલાવાયા છે એ અણધાર્યા છે. જે પ્રકારે છેલ્લા કેટલાક વર્ષોમાં શેરોમાં અવિરત ઐતિહાસિક-વિક્રમી તેજીના નવા શિખરો બજાર સર કરી રહ્યું હતું અને સેકડા બદલી રહ્યું હતું, એ જ રીતે અત્યારે ભારતીય શેર બજારોમાં શરૂ થયેલા મોટા કરેકશનમાં કડાકા સાથે બજાર નવા તળીયાની શોધમાં નીકળ્યું છે. પાછલા દિવસોમાં બેરોકટોક, તેજીના અતિરેક સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં જે પ્રકારે બેફામ ભાવો વધતાં અને વેલ્યુએશન કંપનીઓના વાસ્તવિક ફંડામેન્ટલથી વધુ ખર્ચાળ બનતું જોવાયું હતું, એ હવે વાસ્તવિકતા તરફ ધસતું જોવાઈ રહ્યું છે.  રિટેલ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપી થકી વહેતા અવિરત રોકાણ પ્રવાહ અને મોટો યુવા વર્ગ મળ્યા ભાવે શેરો ખરીદવાની દોટ મૂકતો જોવાયો હતો અને એના કારણે તેજીની ગતિ, અતિની બની હતી.આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field