રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૧.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૧૭૬.૮૦ સામે ૪૮૦૩૭.૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૯૦૩.૩૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૨.૮૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૦.૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૪૩૭.૭૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૧૬૫.૩૦ સામે ૧૪૧૧૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૦૭૭.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૦.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૨૧૬.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં ફુલગુલાબી તેજીને પગલે સેન્સેક્સ મંગળવારે સતત દસમા દિવસે વધીને બંધ રહ્યો હતો. એટલું જ નહીં, સૌપ્રથમવાર બીએસઇ સેન્સેક્સે ૪૮૪૮૬ પોઈન્ટની સપાટી નોંધાવીને વધુ એક વિક્રમ સર્જ્યો હતો. દેશમાં કોરોનાની સારવાર માટેની બે રસીને મંજૂરી મળી જતા બજારને જોરદાર બુસ્ટર ડોઝ મળી રહ્યો છે આ ઉપરાંત ચાલુ સપ્તાહથી ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામની સિઝન શરૂ થઈ રહી છે અને શુક્રવારે ટીસીએસના પરિણામ આવવાના છે તેને પગલે આઈટી શેરોમાં પણ ધૂમ ખરીદી શરૂ થઈ ગઈ હતી જેને પગલે ટીસીએસનો શેર રૂ.૩૧૦૦ને પાર ટ્રેડ થયો હતો.
આજે બેંકિંગ – ફાઈનાન્સ, આઇટી અને ટેક શેરોનો પણ બજારને સારો એવો સપોર્ટ મળ્યો હતો. પોઝિટિવ અહેવાલમાં આઈએચએસ મર્કિટના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના ડેટા પણ સારા આવ્યા હતા. ભારતીય ડ્રગ રેગ્યૂલેટરે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝિનેકાની કોવિશિલ્ડને મંજૂરી આપ્યા બાદ સ્થાનિક કંપની ભારત બાયોટેકની કોવેક્સિનને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેતા સેન્ટિમેન્ટ ખાસ્સું સુધર્યું હતું. બીજી તરફ ઝાયડસને પણ ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી મળી જતા વધુ પોઝિટિવ ન્યૂઝ આવવાની સંભાવનાએ માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ઓટો, મેટલ, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૮ અને વધનારની સંખ્યા ૧૭૮૧ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય સર્વાધિક રોકાણ… વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો વૈશ્વિક ઉભરતા બજારોમાં રોકાણ વધારી રહ્યા સાથે ભારતીય બજારોમાં સતત ત્રીજા મહિને પણ લેવાલ રહ્યા અને ડિસેમ્બર માસમાં અંદાજીત રૂ.૬૮,૫૫૮ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. છે અને મોટો હિસ્સો મેળવવામાં સફળ રહ્યા હતા. ડિપોઝીટરી આંકડા અનુસાર રસીની સફળતા, આર્થિક પ્રવૃતીઓ અંગે વધી રહેલો ભરોસો જેવા કારણોને લઇને વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર માસમાં ઇક્વિટી માર્કેટમાં રેકોર્ડ અંદાજીત રૂ.૬૨,૦૧૬ કરોડ રૂપિયાનું અને બોન્ડમાં રૂ.૬૫૪૨કરોડ નું રોકાણ કર્યું હતું, ઉપરાંત ઓક્ટોબરમાં અંદાજીત રૂ.૨૨,૦૩૩ કરોડ તથા નવેમ્બર માસમાં અંદાજીત રૂ.૬૨,૯૫૧ કરોડનું રોકાણ કર્યું હતું. મારા મત મુજબ આ ટ્રેન્ડ કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં પણ જોવા મળી શકે છે.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્ર હવે કોરોનાના કમ્મરતોડ ફટકામાંથી બેઠું થયું હોવાના સંકેતો જોવા મળી રહ્યા છે. સતત ત્રીજા મહિને ગુડ્ઝ એન્ડ સર્વિસ કલેક્શન એક લાખ કરોડને પાર ગયું છે. ગત સપ્તાહના અંતે નાણાં મંત્રાલયે જાહેર કરેલા ડેટા મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં જીએસટી કલેક્શન રૂ.૧,૧૫,૧૭૪ કરોડ રહ્યું છે. ફેબ્રુઆરી બાદ સૌપ્રથમ વખતે જીએસટી કલેક્શન ઓક્ટોબર માસમાં એક લાખ કરોડને પાર ગયું હતું. ત્યારબાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ એક લાખ કરોડથી વધુની જીએસટી આવક થઈ હોવાથી અર્થતંત્ર પાટા પર આવી ગયું હોવાનું જણાય છે. જો કે ચાલું નાણાકિય વર્ષમાં કોરોના વાયરસ રોગચાળાનાં કારણે લગાવવામાં આવેલા લોકડાઉનથી GST કલેક્સન પર અસર થઇ છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧ કોવિડ-19 રસીના વહેલા આગમન, પ્રવૃત્તિઓ સામાન્ય થવી અને વૃદ્ધિમાં પુનઃસુધારાની અપેક્ષાઓ તરીકે જોવાઇ રહ્યું છે.
મારા મત મૂજબ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આર્થિક અને આવકો એમ બંન્ને મોરચે મજબૂત સુધારો આવશે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં બજારમાં કેટલીક રસીઓના આગમન સાથે સુધારાની સંભાવનાઓ વધુ છે. ઉપરાંત આગામી દિવસોમાં વધુ સ્ટીમ્યુલસ પગલાંની અપેક્ષા અને સ્થાનિક સ્તરે કેન્દ્રિય બજેટમાં મોટી રાહતોની અપેક્ષા તથા નવા વર્ષમાં ફેડ તરફથી પણ રાહતોની સંભાવનાને જોતાં કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના પ્રારંભિક મહિનાઓમાં FPIનો પ્રવાહ મજબૂત રહી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.