રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૧.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૭૮૫.૨૮ સામે ૪૭૯૮૦.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૭૭૧.૧૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૯.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૭.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૭૮૬૮.૯૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૦૦૯.૬૫ સામે ૧૪૦૦૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૯૯૭.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૬.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૦.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૦૫૦.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કેલેન્ડર વર્ષ ૨૦૨૦ અને ડેરિવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણનો તેજીએ અંત આવ્યા બાદ આજે સપ્તાહના અંતે અને નવા વર્ષની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ સતત વિક્રમી તેજીની દોટને આગળ વધારી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની શેરોમાં અવિરત ખરીદી ચાલુ રહી આજે બીએસઇ સેન્સેક્સે ૪૭૯૮૦ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૪૦૭૩ પોઈન્ટની સપાટી નોંધાવી નવો ઈતિહાસ રચ્યો હતો. તેજીની આ આગેકૂચમાં આજે ટેલિકોમ, ઈન્ડસ્ટ્રીયલ અને કેપિટલ ગુડ્સ શેરોની ભૂમિકા મહત્વની રહી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ વર્ષ ૨૦૨૦ના અંત સુધી શેરોમાં ખરીદી જાળવી રાખીને આજે નવા વર્ષમાં પણ ખરીદી યથાવત્ રાખી હતી. વૈશ્વિક મોરચે કોરોનાના નવા સ્વરૂપનો ફફડાટ અને લોકડાઉનને લઈ વૈશ્વિક અર્થતંત્ર પરની ભીંસ વધવાના અને ભારતીય અર્થતંત્ર માટે પ્રવર્તમાન સમય પડકારરૂપ હોઈ આગામી દિવસોમાં વિવિધ દેશો દ્વારા સ્ટીમ્યુલસના વધુ પગલાં જાહેર થવાની અપેક્ષા અને સ્થાનિક સ્તરે કેન્દ્ર સરકાર દ્વારા આગામી કેન્દ્રિય બજેટમાં પ્રોત્સાહક જોગવાઈની અપેક્ષાએ બજારનું મૂલ્ય ઊંચું હોવા છતાં પણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું આકર્ષણ યથાવત્ રહ્યું હતું અને ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર બેન્કેક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૪ અને વધનારની સંખ્યા ૯૬૭ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે ૨૦૨૦નું વર્ષ ભારે અફડાતફડીભર્યું પુરવાર થયું છે. અફડાતફડી વચ્ચે પણ ભારતીય શેરબજારો વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા. ગત માર્ચ માસમાં બજાર તળિયે પટકાયા બાદ તેમાં વર્ષ દરમિયાન ૮૦% થી વધુનો ઉછાળો નોંધાયો છે. જ્યારે વાર્ષિક ધોરણે જોઈએ તો સેન્સેક્સમાં ૧૬% જ્યારે નિફ્ટી ફ્યુચરમાં ૧૫%નો વધારો જોવા મળ્યો છે. કોરોનાના કાળમાં દેશના શેરબજારોમાં તેજી છતાં સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ પૂરો કરી શકે એમ નહી હોવાનું જણાય છે. રાજકીય અવરોધો તથા નાણાં વર્ષના પ્રારંભમાં વેચાણને ખાસ પ્રતિસાદ નહીં મળતા વર્તમાન નાણાં વર્ષમાં એર ઈન્ડિયા, બીપીસીઅલમાંના પોતાના હિસ્સાને પણ સરકાર ઘટાડવાનો ઈરાદો ધરાવે છે. વર્તમાન નાણાં વર્ષમાં રૂપિયા ૨.૧૦ લાખ કરોડના ટાર્ગેટ સામે સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત અત્યાર સુધીમાં માત્ર રૂ.૧૨૭૭૮ કરોડ જ ઊભા કરી શકી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂ.૨.૧૦ લાખ કરોડ ઊભા કરવાનો રખાયેલો ટાર્ગેટ સિદ્ધ થવાની શકયતા નહીં જણાતા સરકારમાં ચિંતાની સ્થિતિ જોવાઈ રહી છે. રૂ૨.૧૦ લાખ કરોડમાંથી રૂ.૯૦ હજાર કરોડ તો એલઆઈસી તથા આઈડીબીઆઈ બેન્કમાંના કેટલાક હિસ્સાના વેચાણ મારફત ઊભા કરવાની યોજના હતી જે વર્તમાન વર્ષમાં સિદ્ધ થવા સામે શંકા છે. હવે આગામી દિવસોમાં ભારતમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આ વખતેના કેન્દ્રિય બજેટની જોગવાઈઓ પર ભારતીય અર્થતંત્ર અને શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.