(જી.એન.એસ) તા.૧૯
ગાંધીનગર,
ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી-ખેડુત નોધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે. પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે. જે માટે ખેડુતે https://gjfr.agristack.gov.in પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તલાટી-કમ-મંત્રીશ્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરવા, ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.