Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વડીલોના સ્વાસ્થ્ય માટે નવી પહેલ: ‘અવસર’ યોજનાનો પ્રારંભ

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વડીલોના સ્વાસ્થ્ય માટે નવી પહેલ: ‘અવસર’ યોજનાનો પ્રારંભ

9
0

(જી.એન.એસ) તા.૧૭

ગાંધીનગર,

ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા વૃદ્ધોના સ્વાસ્થ્યની ચિંતા કરીને એક નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. આજે મેયરશ્રી મીરાબેન પટેલના હસ્તે ‘અવસર’ યોજના – અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને ઘર બેઠા આરોગ્યલક્ષી સેવાઓ મળશે. આરોગ્ય રથ દ્વારા મહિનામાં એકવાર વડીલોના ઘરે જઈને બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ઑક્સિજન લેવલ જેવી આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવશે. દરેક આરોગ્ય રથમાં એક મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને એક હેલ્પરની નિમણૂક કરવામાં આવી છે. આ યોજના હેઠળ અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એંડ વેલનેસ સેન્ટર ખાતે નોંધાયેલા લાભાર્થીઓને આ સેવાનો લાભ મળશે. હાલના તબક્કામાં કુલ 5 આરોગ્ય રથ દ્વારા સેવાઓ આપવામાં આવશે અને જરૂર જણાશે તો આ સંખ્યામાં વધારો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મેયરશ્રી ઉપરાંત ડે. મેયરશ્રી નટવરજી ઠાકોર, સ્ટે. કમિટી ચેરમેનશ્રી ગૌરાંગભાઈ વ્યાસ, શાસકપક્ષના નેતાશ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, કાઉન્સિલરશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field