Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં એક જ દિવસમાં ૧૦થી વધુ શાળાના ૧૫૦૦થી વધુ...

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં એક જ દિવસમાં ૧૦થી વધુ શાળાના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી

8
0

(જી.એન.એસ) તા.૬

અમદાવાદ,

વિદ્યાર્થીઓએ ગુજરાતી કવિતા સત્ર, મેથ વર્લ્ડ, લાયન ઓફ ધ ગીર સહિતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ, મનપસંદ લેખકો પાસેથી માર્ગદર્શન મેળવ્યું કેન્દ્રીય શિક્ષણ વિભાગ અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ બુક ફેસ્ટિવલને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જે અંતર્ગત આજે વિવિધ શાળાઓના લગભગ ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરની આશરે ૧૦ જેટલી શાળાઓના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આજે બુક ફેસ્ટિવલમાં ચાલી રહેલાં ગુજરાતી કવિતા સત્ર, મેથ વર્લ્ડ, લાયન ઓફ ધ ગીર સહિતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સાથે જ વિદ્યાર્થીઓએ બુક ફેસ્ટિવલમાં યોજાઈ રહેલા ફિલ્મ ફેસ્ટિવલ અંતર્ગત વિવિધ ફિલ્મોનો આનંદ માણ્યો હતો. વિદ્યાર્થીઓએ પુસ્તકોના પ્રદર્શનમાં ભાગ લીધો હતો તેમજ આ પ્રસંગે બાળકોમાં વાંચન પ્રત્યેની રુચિ અને જિજ્ઞાસા વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. શિક્ષકોએ પણ પુસ્તક મેળાના મહત્ત્વને ઉજાગર કરતા જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો બાળકોમાં શૈક્ષણિક વિકાસ અને સાહિત્ય પ્રત્યેના આકર્ષણમાં વધારો કરે છે. વિદ્યાર્થીઓએ તેમના મનગમતા વિષયોનાં પુસ્તકો પસંદ કર્યાં હતાં અને મનપસંદ લેખકો સાથે વાતચીત કરીને તેમને મળીને માર્ગદર્શન મેળવ્યું હતું. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલે સાહિત્ય, જ્ઞાન અને સર્જનશીલતાના ઉત્સવ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી.જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં ૧૨ વર્ષથી ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. જેને હવે કેન્દ્રીય શિક્ષણ વિભાગ અને નેશનલ બુક ટ્રસ્ટનો સહયોગ સાંપડતાં આ આયોજને હવે આંતરરાષ્ટ્રીય બનીને ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ તરીકેની ઓળખ મેળવી છે. જેની પ્રથમ આવૃત્તિ હાલ અમદાવાદના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે યોજાઈ રહી છે. આ સમગ્ર આયોજનને અમદાવાદ સહિત રાજ્યભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓનો અનેરો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field