Home મધ્ય ગુજરાત અમદાવાદ શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરે અમદાવાદના રાયખડ ખાતે ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની...

શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરે અમદાવાદના રાયખડ ખાતે ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી

6
0

(જી.એન.એસ) તા.૩

અમદાવાદ,

APAAR અને E-KYC  કામગીરી અન્વયે શાળાઓને પડતી મુશ્કેલીઓને સમજીને તેના નિવારણ અંગે ચર્ચા કરી શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરે અમદાવાદના રાયખડ ખાતે ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રીશ્રીએ જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ આઈ.ટી. નિષ્ણાતોને સાથે રાખીને જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC  કામગીરી સંદર્ભે ગ્રાઉન્ડ લેવલે પડતી મુશ્કેલીઓને સમજી તેનો યોગ્ય નિકાલ કરી કામગીરી ઝડપી બનાવી શકાય તે માટે હકારાત્મક ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિક્ષણ મંત્રીશ્રી સાથે બેઠકમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિગ્પાલસિંહ જે. ચુડાસમા, ગુજરાત સરકારના ટેકનીકલ એક્સપર્ટ અને સિનિયર એડવાઈઝર ડૉ. રામજી સિંગ, શ્રી ધીરજ રાઠોડ, શ્રી હરિભાઈ પારેખ, જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર અને ગ્રામ્ય, DPEO અમદાવાદ તેમજ ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ, રાયખડના આચાર્યશ્રી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં કામગીરીની સમીક્ષા સહિત શાળાઓને પડતી મુશ્કેલીઓની માહિતી મેળવીને તેના નિવારણની દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધુમાં, શિક્ષણ મંત્રીશ્રીએ ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ, રાયખડના કેમ્પસમાં આવેલ વોકેશનલ ગાઇડન્સ ઓર્ગેનાઈઝેશન સંસ્થાની પણ મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રીશ્રીએ સંસ્થા દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે જ, તેમણે NEP-2020માં સૂચવ્યા મુજબ કૌશલ્ય આધારિત શિક્ષણને સઘન બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યાં હતાં. ત્યારબાદ શિક્ષણ મંત્રીશ્રી જિલ્લા પંચાયત, અમદાવાદ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તેમજ સર્વે હાજર પદાધિકારીશ્રીઓ સાથે વિવિધ બાબતો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરીને જિલ્લામાં ઉત્તમ શૈક્ષણિક કામગીરી કરવા અંગે સર્વેને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, શિક્ષણ મંત્રીશ્રીએ અમદાવાદ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મંત્રીશ્રીની મુલાકાત સમયે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા સભ્યો સહિત શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ/ પદાધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછેલ્લા ૪ દિવસો દરમિયાન કડક ચેકિંગ દ્વારા કુલ ૦૬ વાહનો તથા ૦૧ હિટાચી મશીન સહ આશરે કુલ ૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
Next articleન્યાયિક વ્યવસ્થાની પહેલી શરત એ છે કે સમયસર ન્યાય મળવો : ચંદીગઢમાં પીએમ મોદીએ કહ્યું