Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગરમાં નદીમાં રેતી ઉલેચતું મશીન તથા વધુ છ ડમ્પર સહિત ૨.૨૦ કરોડનો...

ગાંધીનગરમાં નદીમાં રેતી ઉલેચતું મશીન તથા વધુ છ ડમ્પર સહિત ૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યાં

9
0

(જી.એન.એસ) તા.૩

ગાંધીનગર,

ગાંધીનગરની સાબરમતી સહિતની નદીમાં રેતી ચોરી કરતા તત્વો સામે લાલઆંખ કરવામાં આવી છે. ભુસ્તર તંત્ર દ્વારા રોડ ઉપર તપાસ હાથ ધરીને રોયલ્ટીપાસ વગર તથા રોયલ્ટીપાસ કરતા વધુ રેતીની હેરાફેરી કરતા ડમ્પરો પકડવામાં આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસ દરમ્યાન અલગ અલગ જગ્યાએથી કુલ છ ડમ્પર તથા એક હિટાચી મશીન સહિત કુલ ૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે સંબંધિતો ઉપર દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા જિલ્લામાં થતી ખનિજ ચોરી અટકાવવા તંત્રને આપવામાં આવેલી કડક સુચનાને પગલે ભુસ્તર તંત્રએ સઘન ચેકીંગ હાથ ધર્યું છે.જે દરમ્યાન માણસા તાલુકાના દેલવાડ ખાતેથી રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃતરીતે રેતીની હેરાફેરી કરતું ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું. આવી જ રીતે ગાંધીનગર તાલુકાના પ્રાંતીયા ખાતેથી ડમ્પર પકડવામાં આવ્યું હતું. અંબાપુર ખાતેથી રોયલ્ટીપાક કરતા વધુ ખનીજની હેરાફેરી કરવા બદલ ડમ્પરને જપ્ત કરવામાં આવ્યું હતું. લાકરોડા ખાતે સાબરમતી નદી પટ્ટ વિસ્તારમાં હુન્ડાઈ કંપનીનું હિટાચી મશીનથી સાદીરેતી ખનિજનું બિન અધિકૃત ખોદકામ કરવામાં આવતું હતું તે પણ પકડવામાં આવ્યું હતું.આ ઉપરાંત પીપળજ ચેકપોસ્ટ ખાતેથી ઓવરલોડેડ તથા ભાટ ખાતેથી રોયલલ્ટી પાસ કરતા વધુ ખનીજ લઇને જતું ડમ્પર પકડવામાં આવ્યું હતું. જ્યારે આજે પીપળજ ચેકપોસ્ટ ખાતેથી વધુ એક ડમ્પર આવરલોડેડ જણાતા તે પકડવામાં આવ્યું હતું. આમ, પાછલા ચાર દિવસો દરમિયાન કડક ચેકિંગ દ્વારા કુલ ૬ ડમ્પર તથા એક  હિટાચી મશીન સાથે આશરે કુલ ૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરેલ વાહનો તથા મશીનના વાહન માલિકો વિરૃધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં મહિલા પર કૌટુંબિક દિયર દ્વારા દુષ્કર્મ આચ્રીયો આરોપીની ધમકીથી પતિનીએ આત્મહત્યા કરી
Next articleઅમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને સુરતના યુવક પાસેથી ૨૧.૭૦ લાખ પડાવ્યા