Home ગુજરાત ગાંધીનગર કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા યુવાનોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે...

કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા યુવાનોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે સંવાદ અને પ્રતિયોગિતાનું આયોજન

7
0

(જી.એન.એસ) તા.૨૮

ગાંધીનગર,

કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત “વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ” અંતર્ગત યુવાનોને માનનીય વડાપ્રધાનશ્રી સાથે સંવાદની તક મળશે. આ ડાયલોગ દ્વારા યુવાનોને પોતાના વિચારો અને સૂચનો અભિવ્યક્ત કરવાના અવસર સાથે તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ડાયલોગમાં વિવિધ વિષયો પર પેનલ ચર્ચાસત્રોનું આયોજન કરીને યુવાનોના વિચારો તથા સૂચનો રજૂ કરવા માટે પ્લેટફોર્મ આપવા નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સાથે સંવાદ, કાર્યશાળાઓ અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે બેસ્ટ પર્ફોર્મર રૂ. 1 લાખ, સેકન્ડ પર્ફોર્મરને રૂ. 75,000 અને થર્ડ પર્ફોર્મરને રૂ. 50,000 ની ઈનામી રાશિ આપવામાં આવશે. જ્યારે 100 યુવાનોને રૂ. 2000 અને 200 યુવાનોને રૂ. 1000 ની ધનરાશિ સાંત્વના પુરસ્કાર તરીકે આપવામાં આવશે. આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે આપેલી લીંક http://quiz2.mygov.in/ પરથી form સબમીટ કરી શકાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડેરી ઉદ્યોગ – A.I – I.C.T. અને સાઇબર સિક્યુરિટીના ક્ષેત્રોમાં ગુજરાતની તજજ્ઞતાનો સહયોગ લેવાની તત્પરતા વ્યક્ત કરી
Next articleભારતીય વિચાર મંચ, ગાંધીનગર તેમજ સ્વદેશી જાગરણ મંચ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડી જીની વ્યાખ્યાન માળાનું આયોજન