Home ગુજરાત ગાંધીનગર ફિલાવિસ્ટા-2024: ગાંધીનગરમાં દાંડી કુટિર ખાતે ટપાલ વિભાગ દ્વારા ફિલાટેલી ઉત્સવ ઉજવાશે

ફિલાવિસ્ટા-2024: ગાંધીનગરમાં દાંડી કુટિર ખાતે ટપાલ વિભાગ દ્વારા ફિલાટેલી ઉત્સવ ઉજવાશે

41
0

(જી.એન.એસ)તા.૧૭

ગાંધીનગર,

ગાંધીનગરના ટપાલ વિભાગ દ્વારા “ફિલાવિસ્ટા-2024” નું આયોજન કરવામાં આવ્યું છે, જે 19 અને 20 નવેમ્બર, 2024 દરમિયાન ગાંધીનગર જિલ્લાના દાંડી કૂટીર, મહાત્મા મંદિર નજીક, સેક્ટર-13 ખાતે યોજાશે. આ બે દિવસીય પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો, ટપાલ ઇતિહાસ અને અન્ય ફિલાટેલી સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહન આપવાનો છે. પ્રદર્શનમાં વિવિધ પ્રકારના ફિલાટેલિક સમાન, જેમ કે દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ઉપલબ્ધ હશે, જે સ્થળે ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. “ફિલાવિસ્ટા-2024” ફિલાટેલીના શોખીઓ માટે એક ઉત્સાહવર્ધક મંચ પૂરું પાડશે અને દરેક વયના મુલાકાતીઓ માટે સમૃદ્ધિપૂર્ણ અનુભવ આપશે. પ્રદર્શન ઉપરાંત, નાની ઉંમરના બાળકોમાં ફિલાટેલીના શોખનો રસ જગાડવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આમાં ક્વિઝ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, પત્રલેખન સ્પર્ધા અને ટિકિટ ડિઝાઇનિંગ સ્પર્ધાનો સમાવેશ થાય છે. સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પોતાનો પ્રતિભા અને સર્જનાત્મકતા રજૂ કરશે. પ્રદર્શનનું વિશેષ આકર્ષણ મુખ્ય મહેમાન દ્વારા એક ખાસ કવરનું વિમોચન રહેશે. આ વિશેષ કવર ખાસ કરીને આ ઇવેન્ટની યાદગીરી તરીકે તૈયાર કરવામાં આવ્યું છે, જે સંગ્રાહક અને ફિલાટેલી શોખીઓને આકર્ષિત કરશે. વિશાળ શ્રોતાઓ સુધી પહોંચવા માટે “ફિલાવિસ્ટા-2024″ના અપડેટ્સ અને મુખ્ય ઘટનાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયમિતપણે શેર કરવામાં આવશે. કાર્યક્રમની વિગતવાર માહિતી માટે અમારું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ philavista_gnr2024 અને ટ્વિટર (એક્સ) હેન્ડલ @Philavista_gnr ને ફોલો કરો. ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકો અને ફિલાટેલી શોખીઓને “ફિલાવિસ્ટા-2024” માં હાજરી આપવાની અને ફિલાટેલીના રસપ્રદ વિશ્વને જાણવા આમંત્રિત કરવામાં આવે છે. ફિલાટેલીના કલા અને ઇતિહાસના આ ઉત્સવમાં દાંડી કૂટીર ખાતે આપની હાજરી અપેક્ષિત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા 2995 કરોડ મંજૂર કર્યા
Next articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકા સ્થિત RMS હોસ્પિટલની મુલાકાત લીધી