Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ અકસ્માતમાં 6 લોકોના મોત થયાં, 30 લોકોને ઇજા

ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ અકસ્માતમાં 6 લોકોના મોત થયાં, 30 લોકોને ઇજા

11
0

(જી.એન.એસ)તા.૧૫

ગાંધીનગર,

રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં છના મોત થયા હતા 30ને ઇજા થઈ હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં માર્ગ અકસ્માતમાં ડમ્પર ફરી વળતા મહિલાનું મોત થયું હતું. ઇલોલ પાસેના પુલ પર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકો મહિલાને અડફેટે લેતા તેનું મોત થયું હતું. રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં છના મોત થયા હતા 30ને ઇજા થઈ હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં માર્ગ અકસ્માતમાં ડમ્પર ફરી વળતા મહિલાનું મોત થયું હતું. ઇલોલ પાસેના પુલ પર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકો મહિલાને અડફેટે લેતા તેનું મોત થયું હતું. હિંમતનગર અકસ્માતમાં એકનું મોત સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીં ગેરકાયદેસર ખનન થાય છે. ગ્રામ્ય પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તેઓનુ કહેવું હતું કે માતેલા સાંઢની જેમ ડમ્પર બેરોકટેક ફરી રહ્યા છે. ગેરકાયદેસર ખનન થવાના લીધે અહીં મોટાપાયા પર ડમ્પરે આવે છે. આરટીઓ અને પોલીસની રહેમ નજર હેઠળ ડમ્પરો અહીં ફરી રહ્યા છે. ઉચ્ચલ અધિકારીઓની મિલીભગતના લીધે ચાલતા ડમ્પરોમાં એકે મહિલાને અડફેટે લેતા તેના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. શંખેશ્વર પાસે મળ્યો મૃતદેહ, અકસ્માત મોતની સંભાવના આ ઉપરાંત પાટણના શંખેશ્વર હાઇવે પર મૃતદેહ મળી આવ્યો હતો. હાઇવે પર અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. આર્ટસ કોલેજ જવાના માર્ગ પરથી મૃતદેહ મળ્યો હતો. રાત્રે અજાણ્યા વાહને અડફેટે લીધા હોવાનું અનુમાન છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા હાઇવે પર અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગુરુકુળ નજીક અકસ્માતમાં એક બાઇક સવારનું મોત થયું હતું. અકસ્માત થતાં ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા. ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી છે. ધાંગધ્રા શહેરના હળવદ રોડ ગુરુકુળ ગેટ નજીક વેહલી સવારે રામગઢ ગામે રેહતા છાસીયા પ્રવિણભાઇ હીરાભાઇ બાઇક સવાર ને અકસ્માત નડ્યો હતો જ્યારે અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અકસ્માત ની જાણ થતાં આજુબાજુના વિસ્તારના લોકો દોડી ગયા હતા ધાયલ વ્યક્તિ ને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબ દ્વારા યુવાને મૃત જાહેર કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી મહેસાણા ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત મહેસાણામાં ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું છે. ડમ્પર અને બાઇક વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત થયું છે. કોન્ટ્રાક્ટરના ડમ્પરે અકસ્માત સર્જયો છે. યુવાનનું મોત થતાં સ્થાનિકોમાં આક્રોશની લાગણી હતી અને તેના પગલે તેમણે અન્ય વાહન સળગાવ્યા હતા. વિસનગર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બનાસકાંઠા: અકસ્માતમાં એક વ્યક્તિનું મોત બનાસકાંઠાના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. લાખણીના કોટડા નજીક સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી અંકુશ ગુમાવતા આ ઘટના બની હતી. કાર દીવાલ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિના મોત ઉપરાંત એક ઇજાગ્રસ્ત થયો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા: હિટ એન્ડ રન બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટના જોવા મળી છે. ધાનેરા નેનાવા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. બ્રેઝા ગાડી રાહદારીને ટક્કર મારી રફુચક્કર થઈ ગઈ છે. દૂધ ભરાવવાજતાં 45 વર્ષીય યુવકનું મોત થયું છે. ધાનેરા પોલીસનેસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરા હોસ્પિટલમાં લાવી હતી. અમદાવાદ: વહેલી સવારે ખાનગી બસ પલ્ટી અમદાવાદમાં વહેલી સવારે ખાનગી બસ પલ્ટી હતી. ધંધુકા-ફેદરા રોડ પર હરિપુરા પાસે ઘટના બની હતી. અકસ્માતમાં 20 શ્રમિકોને ઇજા પહોંચી છે. બસ શ્રમિકોને મધ્યપ્રદેશથી ગોંડલ લઈ જતી હતી. ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કપડવંજ: નર્મદા કેનાલ પાસે સર્જાયો ટ્રીપલ અકસ્માત કપડવંજ નર્મદા કેનલ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર લોકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બે અલ્ટો અને ઇનોવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસે પહોંચી વાહનોને ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો. અલ્ટો ચાલકે બેફામ કાર હંકારી સામેથી આવતી ઇનોવાને પડખે ઘસી હતી અને ત્યાં તેને પાછળની અલ્ટોએ બીજી ટક્કર મારી હતી. અકસ્માતના પગલે બે અલ્ટો અને વાહનો ત્રણેયને નુકસાન થયું હતું. રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. કારચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. કાર ચાલકને અકસ્માતમાં ઇજા પહોંચી હતી. 108 મારફતે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે અકસ્માતમાં જાનહાનિ થઈ નથી. રાજકોટ: જેતપુર તત્કાલ ચોકડી નજીક અકસ્માત રાજકોટ જેતપુર તત્કાળ ચોકડી નજીક અકસ્માત થયો છે. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઇક કાર નીચે આવી ગઈ હતી. બાઇક ચાલક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેતપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તત્કાળ ચોકડી નજીક વારંવાર અકસ્માત સર્જાય છે. ટુ-વ્હીલર ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી મોદી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદઘાટન કરશે
Next articleવડોદરામાં પ્રબોધજીવન સ્વામી હરિધામ-સોખડા જૂથની મિલકત ખાલી નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે