Home દેશ - NATIONAL કોરોના મહામારી વચ્ચે બિહારમાં વીજળી પડતા ૮૩ લોકોના મોત

કોરોના મહામારી વચ્ચે બિહારમાં વીજળી પડતા ૮૩ લોકોના મોત

408
0

(જી.એન.એસ)પટના,તા.25

બિહારમાં ગુરુવારે વીજળી પડવાથી અને ભારે વાવાઝોડાના કારણે ભારે તબાહી મચી જવા પામી હતી. વીજળી પડવાથી ૮૩ લોકોના મોત નિપજ્યા હતા. જયારે ઘણા લોકો ઘાયલ થયા હતા. યુપીમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછા ૯ લોકોના મોત નિપજ્યા હતા.

બિહારમાં ૨૩ જિલ્લામાં વીજળી પડવાથી માનવીય ક્ષતિઓ પણ સર્જાય છે. સૌથી વધારે મોત ગોપાલગંજમાં થયા હતા જ્યાં ૧૩ લોકોના મોત નિપજ્યા હતા. મધુબની અને નબાદામાં ૮-૮ લોકોના મોત નિપજ્યા હતા.
બિહારમાં આઠ જિલ્લા એવા છે જ્યાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. ગોપાલગંજ, પૂર્વ ચંપારણ, સિવાન, બાંકા, દરભંગા, ભાગલપુર, મધુબની અને નબાદાનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે ૭૨ કલાકનું એલર્ટ બિહાર માટે જાહેર કર્યું છે. હવામાન વિભાગે બિહારમાં આગામી ૭૨ કલાકમાં ભારે વરસાદને લઇ ગુરૂવારે એલર્ટ જાહેર કર્યું હતું.

હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા એલર્ટમાં સંપૂર્ણ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ વચ્ચે દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં બુધવારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ત્યાના તાપમાનમાં ઘટાડો જોવા માટે મળ્યો હતો. ગુરૂવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપૂંધરા ગામે વીજળી પડવાથી બે ભરવાડ સમાજ ની દીકરીઓના મૃત્યુ
Next articleયુવા જનજાગૃતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના બેફામ ભાવ વધારા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન