Home ગુજરાત યુવા જનજાગૃતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના બેફામ ભાવ વધારા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન

યુવા જનજાગૃતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના બેફામ ભાવ વધારા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન

393
0

(જી.એન.એસ.) વડોદરા, 25
કેન્દ્રની મોદી સરકારે લોકડાઉનમાં ગરીબો વધુ ગરીબ અને મધ્યમવર્ગ ગરીબ બની ગયા પછી પણ આવશ્યક એવા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં બેફામ ભાવ વધારો સતત ઝીંકીને લાચાર લોકોના ખિસ્સામાંથી રહ્યાં સહ્યાં પૈસા પણ ખંખેરીને પોતાની તિજોરી ભરવાના શરૂ કરેલા ખેલ સામે યુવા જનજાગૃતિ પાર્ટીએ બાંયો ચઢાવી છે અને રાજ્યભરમાં વ્યાપક દેખાવો ,ધરણાં અને દેખાવો દ્વારા આંદોલનના મંડાણ કર્યા છે.
યુવા જનજાગૃતિ પાર્ટીના જણાવ્યાં પ્રમમાણે, વડોદરામાં જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પઢિયાર, કલ્પેશસિંહ પરમાર, વિજય જાદવ અને હેંમતસિંહ પઢિયારની આગેવાની હેઠળ સાર્વજનિક સ્થળે બેનર સાથે દેખાવો કર્યા હતા અને કલેક્ટરને એક આવેદનપત્ર આપીને ભાવવધારો સત્વરે પાછો ખેંચવાની માંગણી સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી.
તેમણે કહ્યું કે એક તરફ કોરોના મહામારીને કારણે 80 દિવસના લોકડાઉનમાં વેપારધંધા રોજગાર બંધ હતા. લોકોને ખાવા માટે ફાંફા મારવા પડ્યા હતા.ગરીબો બિચારા વધારે ગરીબ બન્યા આ લોકડાઉનમાં અને ભાજપ સરકાર જેમને પોતાની વોટ બેંક માને છે તે મધ્યમ વર્ગની તો ભાજપે અને મોદી સરકારે કમર તોડી નાંખી છે. મધ્યમ વર્ગ લોકડાઉનમાં ગરીબી અવસ્થામાં પહોંચી ગયો છે. એવામાં પેટ્રોલ ડિઝલમાં સતત ભાવ વધારો કરીને પડ્યા પર પાટુ મારવા સમાન કામ ભાજપની સરકારે કર્યું છે. સરકારે તાકીદે આ ભાવ વધારો પાછો ખેંચીને રાહત આપવી જોઇએ.

Previous articleકોરોના મહામારી વચ્ચે બિહારમાં વીજળી પડતા ૮૩ લોકોના મોત
Next articleસત્તાના નશામા ચકચૂર ભાજપ પ્રમુખ દ્વારા રોડ ના થવા દેવા અધિકારીઓ પર દબાણ…!!!