Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગરમાં એક મહિલાનાં એકાઉન્ટમાં ફ્રોડના દસ લાખની રૃપિયાની છેતરપિંડી

ગાંધીનગરમાં એક મહિલાનાં એકાઉન્ટમાં ફ્રોડના દસ લાખની રૃપિયાની છેતરપિંડી

14
0

(જી.એન.એસ)તા.4

ગાંધીનગર ,

હાલમાં સાઇબર ક્રાઇમની ઘટના વધી રહી છે ત્યારે ગિફ્ટ સિટીમાં નોકરી કરતી અને સેક્ટર ૨માં રહેતી યુવતીને તેના બેંક એકાઉન્ટમાં ફ્રોડના ૨૫ લાખ રૃપિયા જમા થયા હોવાનું કહીને મુંબઈ પોલીસની ઓળખ આપી ઓનલાઈન નિવેદન નોંધીને ખાતામાંથી દસ લાખ રૃપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી છે. જે સંદર્ભે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી. સાયબર ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ગાંધીનગરના સેક્ટર ૨માં રહેતી યુવતીને મુંબઈ પોલીસની ઓળખ આપીને છેતરવામાં આવી છે. જે ઘટના સંદર્ભે મળતી વિગતો પ્રમાણે સેક્ટર-૨માં રહેતી હેતવી ભરતકુમાર વ્યાસ ગિફ્ટ સિટીમાં નોકરી કરે છે અને ગત છ સપ્ટેમ્બરના રોજ તેને અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિ મુંબઇના બાન્દ્રા પોલીસ મથકમાંથી ગૌરવ શુક્લા બોલતો હોવાની ઓળખ આપી હતી અને યુવતીના મુંબઇના બેંક એકાઉન્ટમાં ૨૫ લાખ રૃપિયા ફ્રોડના જમા થયા હોવાનુ કહ્યુ હતુ. જેથી તમારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. બેંક ખાતુ રોજ ખોલવામાં આવ્યુ છે.તેમ કહીને સાઇબર સિક્યુરીટી બ્રાન્ચના અધિકારી અજયકુમાર બંસલ સાથે વાત કરવાનુ કહેતા વાત કરી હતી અને સ્કાયપી ઉપર લોગીન થઇ નિવેદન લેવાની વાત કરી હતી. ત્યારબાદ યુવતીએ અજયકુમારના કહેવા મુજબ સ્કાયપી ઉપર ખાતુ ખોલી ફોન નંબરથી આધારકાર્ડ જોઇન્ટ કર્યુ હતુ. ત્યારબાદ યુવતીના નામે ૨૫ બેંક ખાતા અને ૩૩ ડેબીટ તથા ક્રેડીટ કાર્ડ હોવાનુ જણાવ્યુ હતુ. જેથી યુવતીએ તેના માત્ર બે જ ખાતા હોવાનુ કહ્યુ હતુ. ત્યારબાદ બીજા ઉપરી અધિકારી જ્યોર્જ મેથ્યુ સાથે વાત કરાવી હતી અને તેને યુવતીના બેંક ખાતામાં રહેલી રકમ કોઇ એક ખાતામાં કરી લવા કહ્યુ હતુ. જેથી યુવતીએ તેમ પણ કર્યુ હતુ અને એક સરકારી વિગત મોકલશે તેમાં રૃપિયા ૧૦ લાખ ટ્રાન્સફર કરતા જ ફોન કટ કરી દીધો હતો. બાદમાં તેણીને છેતરપિંડી નો અહેસાસ થયો હતો અને આ સંદર્ભે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીએ જેલમાં ફાંસો ખાઇ લીધો
Next article૨૨.